________________
(૧૫)
ત્રિકાળ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! એ અભેદને જેણે વિષય નથી કર્યો એ ચોરાશીમાં ખોવાઈ જશે. કેમ કે શુદ્ધનયનો વિષય તો અભેદ છે. અભેદ એટલે એમાં પર્યાય પણ ન આવે, રાગ ન આવે પણ ગુણી આત્મા અને જ્ઞાનગુણ એવો ભેદ પણ એમાં ન આવે, આહાહા...! ગુણી એટલે ગુણનો ધરનાર પ્રભુ અને એનો આ જ્ઞાન અને આનંદ ગુણ, એવો ભેદ પણ સમ્યગ્દર્શન નો વિષય નહી. આહાહા...! એને આશ્રયે સમ્યગ્દર્શન ન થાય. તેથી શુદ્ધનયનો વિષય અભેદ છે. આહાહા...! માલ-માલ છે આ તો એકલો !! તથા તેના અનંત ગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમ જ દ્રવ્યની-આત્માની કોઈ પર્યાય અન્ય પર્યાયરૂપે થઈ જતી નથી. સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો! સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો આ કોઈ અલૌકિક સ્વભાવ છે. સ્વરૂપ વધે નહિ, ઘટે નહિ, સ્વરૂપનો કોઈ ગુણ અન્યરૂપ થાય નહિ ને નવું તેમાં કોઈ આવે નહિ. આવો અગુરૂ લઘુ સ્વભાવી ભગવાન આત્મા છે.
શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ
જ્ઞાનની પર્યાયમાં અનંતગુણી પર્યાય ખીલે કે ઓછી ખીલે એ બધા પર્યાયના ભેદો છે. અવિભાગ પ્રતિચ્છેદ એટલે ?’ ઝીણી વાત છે, જ્ઞાનની જે પર્યાય છે, એની એટલી તાકાત છે કે, એના અવિભાગ (એટલે) જેના ભાગ ન પડે એવા અંશ જો ગણો, તો એ જ્ઞાનની પર્યાયના અંશો અનંત છે. એ ઝીણી વાત છે! જ્ઞાનની એક સમયની પર્યાયમાં, એ પર્યાય અનંતને જાણે છે માટે તે પર્યાયમાં અવિભાગ નામ ભાગ ન પડે એવા પ્રતિચ્છેદ અંશો ાઓ તો અનંત છે. પર્યાયષ્ટિથી જુઓ તો એ અંશો છે. છે? એ વસ્તુ નો સ્વભાવ છે. તેથી તે નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી એ વસ્તુનો સ્વભાવ છે એમ કીધું ! શું કિધું ? પર્યાયમાં અનંત પ્રતિચ્છેદ અવિભાગ અંશો દેખાય છે એ વસ્તુ નો-પર્યાયનો સ્વભાવ છે, પર્યાયનો! એનો કોઈ ખોટી રીતે નિષેધ કરે, એમ પણ નહિ. એ પર્યાયમાં એ ભાગ છે. ‘છે’ કીધું? ‘“શક્તિના અવિભાગ પ્રતિચ્છે (અંશ) ઘટે પણ છે, વધે પણ છે’ પર્યાયમાં વધે અને ઘટે એવું થયા જ કરે છે. એ વસ્તુનો સ્વભાવ છે. ‘તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી.’
'
તથા તેના અનંત ગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમજ દ્રવ્યની આત્માની કોઈ પર્યાય અન્ય પર્યાય રૂપે થઈ જતી નથી. સૌ પોત પોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અચે ! સ્વરૂપમાં પ્રિતિષ્ઠિત રહેવા રૂપ આત્માને આ કોઈ અલૈકિક સ્વભાવ છે.સ્વરૂપ વધે નહી, ધટે નહિ. સ્વરૂપનો કોઈ ગુણ અન્ય રૂપ થાય નહિ ને નવું તેમાં કાંઈ આવે નહિ. આવો અગુરુલ સ્વભાવી ભગવાન
આત્મા છે.
એક સમયની પર્યાયમાં ષદ્ગુણ વૃદ્ધિહાની થાય છે તે આ પ્રમાણે છે ઃ
૧.
ર.
3.
૪.
૫.
૬.
અનંતગુણ વૃદ્ધિ
અસંખ્યગુણ વૃદ્ધિ
સંખ્યાતગુણ વૃદ્ધિ
અનંતભાગ વૃદ્ધિ
અસંખ્યભાગ વૃદ્ધિ સંખ્યાતભાગ વૃદ્ધિ
ભલે એક સમયની ક્ષાયિક સમક્તિની કે ક્ષાયિકજ્ઞાનની પર્યાય હો, તો પણ તેમાં એક સમયમાં આ પદ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે એવો જીવનો કોઈ અચિત્ત્વ ‘અગુરુલઘુત્ત્વ’ સ્વભાવ છે. આ સૂક્ષ્મ પરિણમન થાય છે અને તે કેવળી ગમ્ય છે. આગમ ગમ્ય છે. આગમથી પ્રમાણ કરવા યોગ્ય છે.