________________
૧૦. ભેદજ્ઞાન (II)
કે
૧. ચિદ્રુપતા ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ-એ બંનેનો અંતગમાં દારુણ વિદ્યારણ
વડે ચોતરફથી વિભાગ કરીને આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે (કળશ ૧ર૦) ચિપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વીતરાગપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. અને જડરૂપતા ધરતો રાગ છે. રાગ જડ છે. એ બંનેના ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે. પરલક્ષે થતો રોગ એનાથી ભિન્ન પડીને સ્વલમે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુઠા કરીને ભેદજ્ઞાન પ્રગટ થયું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ
સમસ્ત. • ૪. ભેદ વિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. ચૈતન્યની મૂળ પુંજી ગ્રહણ
કરવામાં ચૈતન્યનું પરિણામ કાર્ય કરે, એમાં રાગ કાર્ય ન કરે. અનાદિથી રાગમાં સ્થિત હતો તે પર્યાયબુદ્ધિ હતી. અજ્ઞાનભાવ હતો. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનકુંજમાં સ્થિત થયો તે વીતરાગવિજ્ઞાનરૂપ ભેદજ્ઞાન છે, મોક્ષમાર્ગ છે. આવું ભેદજ્ઞાન જ્ઞાનના લક્ષે થાય છે. સ્વનું-જ્ઞાનકુંજ એવા આત્માનું લક્ષ થતાં ભેદવિજ્ઞાનનું પરિણમન થાય છે. શુદ્ધ જ્ઞાનધન આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં રાગની-૫ર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ અને અતીન્દ્રિય આનંદની લહેર ઉઠી માટે કહે છે ભેદજ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ. આત્માનો અનુભવ થવો આનું નામ ભેદજ્ઞાન છે. ત્યારે જણાય છે કે “પોતે સદાય જ્ઞાનરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ થયો નથી.” અહો હું તો સદાય શાયક જ રહ્યો છું. રાગરૂપી કદી થયો જ નથી. હે સન્દુરુષો! જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના ઉચ્ચ અભ્યાસ વડે ભેદજ્ઞાન પ્રગટ કરીને આનંદને પામો, મુદિત થાઓ. દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા મુમુક્ષ દ્રવ્યથી પર્યાય જુદી છે? સમાધાનઃ જુદી છે. દ્રવ્યથી પર્યાય જુદી છે. એક થઈ નથી. એક થાય તો આખું દ્રવ્ય મલિન થઈ જાય. મલિન થાય એટલે દ્રવ્ય રહે જ નહિ. દ્રવ્ય જો વિકાર રૂપે થાય તો દ્રવ્ય વસ્તુ રહે જ નહિ. આત્મા રહે જ નહિ. આહાહા..! આવું સમજવા વખત કાઢવો પડે. મારગ તો આવો છે પ્રભુ! ત્રિકાળી વસ્તુ એ શુદ્ધ છે અને વર્તમાન પર્યાય એટલે અવસ્થા તે અશુદ્ધ છે, તે શુદ્ધ થઈ શકે છે. બંને એના ધર્મ છે. મલિનતા થવાની પર્યાયમાં સ્વયં યોગ્યતા છે. પરને લઈને છે નહિ. પર તો નિમિત્ત માત્ર છે. પોતાના દ્રવ્ય-ગુણને લીધે પણ નહિ. હવે વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. સ્વભાવ તો નિર્મળ જ છે. આ રીતે નિર્મળ દ્રવ્ય સ્વભાવ અને મલિન પર્યાય બંને વસ્તુ છે. બંને વસ્તુને જ્ઞાનપણે (જ્ઞાનમાં) જાણી અને પર્યાયની દષ્ટિ છોડીને, દ્રવ્યદષ્ટિ કરવી, એનું નામ સમ્યગ્દર્શન છે.