________________
Vol.176TDecember, 2007 * ATMA-JAGRATI * Postal Regd. No. BVHO/199/2006-2008
Renewed upto 31-12-2008 O RNI Registration No. 69717/93
સદસ્યતા શુલ્ક: વાર્ષિક રૂ. ૩૫ * બારહેવર્ષીય રૂ. ૩૫૦ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે, અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા
આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્ય છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં, પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે!
-શ્રીમદ્ રાજચંદ્ર/પત્રાંક: ૩૧૯, “ચોતરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વત્ય જ કરે છે, એવો અનુભવ છે.
આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે."
–શ્રીમદ્ રાજચંદ્રજી.
Fરક
જ જ્ઞાનમાત્ર ભાવ હું છું # બાહ્યશેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતા નથી. જોયોના આકારની ઝલક - જ્ઞાનમાં આવતાં જ્ઞાન જોયાકારરૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો)
છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય, હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ યરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી દર જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, ક્ષેય અને શાતા છે –એ ત્રણે ભાવોયુક્ત સામાન્ય-વિશેષસ્વરૂપ વસ્તુ છે. આવો “જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર જ્ઞાની પુરુષ અનુભવે છે. –પુરુષાર્થમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી
; દ છે 5 2 2 |
BHAVNAGAR-364001 (India)