________________
(૧૫)
અહાહા! ષસ્થાનપતિત વૃદ્ધાનીરૂપે પરિણમિત છે છતાં દ્રવ્યના સ્વરૂપ પ્રતિ કારણરૂપ આ શક્તિ વિશેષગુણરૂપ છે. એટલે શું? કે ભગવાન આત્મા-અનંત ગુણ નિર્મળ પ્રભુ સદાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે, ટકી રહે છે, તે પોતાના સ્વરૂપથી પડીને કદીય પરરૂપજડરૂપ થઈ જતો નથી-તેનો કોઈ ગુણ અન્ય ગુણ રૂપ થઈ જતો નથી.
તથા તેના અનંતગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમજ દ્રવ્યની - આત્માની કોઈ પર્યાય અન્ય પર્યાયરૂપે થઈ જતી નથી. સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો ! સ્વરૂમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો આ કોઈ અલૈકિક સ્વભાવ છે. સ્વરૂપ વધે નહિ, ધટે નહિ - સ્વરૂપનો કોઈ ગુણ અન્યરૂપ થાય નહિ ને નવું તેમાં કાંઈ આવે નહિ. આવો અગુલધુ સ્વભાવી ભગવાન આત્મા છે.
શેયાકારજ્ઞાન તે અજ્ઞાન છે.
ભગવાન! તારી વાત છેને, નાથ! તારા અંતરની વાત છે ને પ્રભુ! આહાહા..! એ ભગવાન (છે) છતાં કેમ હાથ આવતો નથી. તો કહે છે-આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા જાણનક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સોને જાણનાર જ જણાય છે. છતાં તેના તરફનું લક્ષ નથી પણ તેની પર્યાયમાં જ્ઞેય જે પૈસા, આબરૂ, કીર્તિ, લક્ષ્મી, શરીર, પુણ્ય અને પાપના પરિણામ, તેના પર લક્ષ જતાં તે જ્ઞેયાકાર એટલે તે જાણવા યોગ્ય ચીજ છે તેને આકારે શાન થઈ જાય છે અને એને આકારે જ્ઞાન થતાં જ્ઞાન સ્વભાવનો આકાર છૂટી જાય છે. તેથી તે જ્ઞેયાકાર જ્ઞાન તે અજ્ઞાન છે.
અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા મુખ્યપણે જણાઈ રહ્યો છે, જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું’ એમ અજ્ઞાનીને થતું નથી. પરની રૂચિની આડે જ્ઞાનમાં પોતાના જ્ઞાન સ્વભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર
જે
જણાતા નથી એવા રાગાદિ પર જ્ઞેયોને આવિર્ભાવ કરે છે.
ભગવાન આત્મા સ્વજ્ઞેય છે. તેની વર્તમાન જ્ઞાનદશાને (વર્તમાન જ્ઞાનની પર્યાયને) સ્વજ્ઞેયમાં વાળતાં, પરના જ્ઞેયાકારની જ્ઞાનની પર્યાયનું લક્ષ છોડી દઉં, અંતર જ્ઞાન સ્વભાવમાં આવતાં એને જ્ઞાનનો જે અનુભવ થાય એ સામાન્યનો અનુભવ છે. એટલે જ્ઞેયના આકાર વિનાનો, એકલા જ્ઞાનના આકારનો અનુભવ તે સામાન્યનો અનુભવ છે. તેને જૈન ધર્મ કહે છે. કર્મની હયાતિ છતાં, વિકારની હયાતિ છતાં, અલ્પજ્ઞતાની હયાતિ છતાં, જેનો ક્રુષ્ટિમાં નિષેધ થઈ ગયો, છતાને અછતા કર્યા અને ભગવાન પૂર્ણાનંદ પર્યાયમાં અછતો, અપ્રગટ, છતાં જ્ઞાન-શ્રધ્ધામાં તેને છતો કર્યો, એનું નામ જ સમ્યગ્દર્શન છે. આ જૈન ધર્મ છે. આ સુખી થવાનો ઉપાય છે.
૧.
૨.
3.
પ્રશ્ન : રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું ને?
ઉત્તર : રાગને જ્ઞાનનું જ્ઞેય ‘બનાવવા જાય’ છે તે ઢષ્ટિ જૂઠી છે. સ્વયંને જ્ઞેય બનાવો, તો રાગ તેમાં (જુદો) જણાય છે. સ્વાનુભૂતિ પછી સાધક દશામાં (હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી) તેમાં ‘રાગ’ જાણેલો પ્રયોજવાન છે એનો આ અર્થ છે.
પ્રશ્ન : ‘રાગ’ જ્ઞેય છે કે દુઃખરૂપ છે?
ઉત્તર ઃ અહીં સ્વભાવ આવ્યો તેને રાગ જ્ઞાનમાં શેયરૂપ જાણવામાં આવે છે અને વેદનમાં દુઃખરૂપ લાગે છે.
ત્રિકાળીમાં એકત્ત્વ થતાં રાગ એવો ભિન્ન દેખાય છે કે જેમ બીજી ચીજ પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે.