________________
00
ol.1771January, 2008. * ATMA-JAGRATI * Postal Regd. No. BVHO/199/2006-2008
Renewed upto 31-12-2008 ORNI Registration No. 69717/93
સદસ્યતા શ૯: વાર્ષિક રૂ. ૩૫ * બારહવર્ષીય રૂ. ૩૫૦
ઉત્તમ ગૃહસ્થ સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહસ્થાશ્રમથી આત્મસાધનને સાધ છે; તેઓનો | ગૃહસ્થાશ્રમ પણ વખણાય છે.
| * તે ઉત્તમ પુરષ સામાયિક, ક્ષમાપના, ચોવિહાર, પ્રત્યાખ્યાન ઈ. યમનિયમને સેવે દે છે. * પર૫ત્ની ભણી માતાબહેનની દૃષ્ટિ રાખે છે. * યથાશક્તિ સત્પાત્રે ધન દે છે. * શાંત,
મધુરી અને કોમળ ભાષા બોલે છે. * સત્યશાસ્ત્રનું મનન કરે છે. જે બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ છે. કરતો નથી. * સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાને યથાયોગ્ય સન્માન આપે છે. * માબાપને ધર્મનો બોધ આપે છે. * યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઈ. રખાવે છે. * પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી કરે છે. * સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. * આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. વાચકને સુધાતુર રાખતો નથી. * સત્પુરુષોના સમાગમ અને તેઓનો બોધ ધારણ કરે છે. * સમર્યાદ અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. * યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. * અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. –આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.
-શ્રીમદ્ રાજચંદ્રને શિક્ષાપાઠ ૧૨.
તત્વનિર્ણયનો ઉદ્યમ અને પ્રતિકૂળતા પ્રઃ અમે તત્વનિર્ણય કરવાનો ઉદ્યમ તો કરીએ, પણ ત્યાં વચ્ચે પ્રતિકુળતા આવી પડે તો ?
ઉત્તરઃ જેને તત્ત્વનિર્ણય કરવો છે તેને તત્ત્વનિર્ણયમાં પ્રતિકૂળતા કાંઈ છે જ નહિ. પ્રથમ તો સંયોગ આત્મામાં આવતો જ નથી. સંયોગ તો આત્માથી જુદો જ છે, માટે પ્રતિકૂળસંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ. વળી બાહ્યસંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં ત્યાં પણ અનાદિનો મિથ્યાદષ્ટિજીવ તત્ત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે. માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી.
- જેને આત્માની જિજ્ઞાસા જાગી છે ને સાચા દેવગુર નિમિત્તપણે મળ્યા છે તેને તત્ત્વનિર્ણયની અનુકૂળતા જ છે. સાચા દેવ-ગુરુ જેને મળ્યા છે તેને બધી અનુકૂળતા જ છે. તેને કાંઈ પ્રતિકૂળતા. છે જ નહિ તત્ત્વનિર્ણય કરવા માટે સાચા દેવ-ગુરુ અનુકૂળ છે, ને અંતરમાં પોતાનો આત્મા અનુકૂળ છે. જેને સાચા દેવ-ગુરુ નિમિત્ત તરીકે મળ્યા ને અંતરમાં આત્માની રુચિ થઈ તેને બધુ અનુકૂળ જ છે. તેને બીજી કોઈ પ્રતિકુળતા નડતી જ નથી. આ
–પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનાંશ. Shree Veer-Kundkund-Kahan-Nihal Sogani Trust, 1004-8 (1st floor), Dawn, BHAVNAGAR-364001 (India)