________________
આત્મ-જાગ્રતિ * જાન્યુઆરી, ૨૦૦૮
અયોગ્યતા બ્લિોકાર્થ: તે વસ્તુને વિશે રહેલી પરિણમનરૂપ જે યોગ્યતા, તે અંતરંગ નિમિત્ત છે, અને તે પરિણમનમાં નિશ્ચયકાળ બાહ્ય નિમિત્ત છે એમ તત્ત્વદર્શીઓ વડે નિશ્ચય કરવામાં આવ્યો છે.
–જુઓ ! શ્રી ગોમટસારી જીવકાંડ/ગા. ૫૮૦ નોંધઃ (૧) અહીં અંતરંગ નિમિત્ત કહેતાં ક્ષણિક ઉપાદાન કારણ સમજવું; અને બાહ્ય નિમિત્ત એટલે નિમિત્ત કારણ સમજવું.
(૨) અહીં પરિણમનરૂપ યોગ્યતા’ કહી, તે વસ્તુની પર્યાયનો સ્વકાળ છે; અને તેમાં બાહ્ય નિમિત્ત કહ્યું, તે પરકાળ છે. | (૩) અહીં પરિણમનરૂપ યોગ્યતા' એમ કહ્યું છે એટલે આ વસ્તુની ત્રિકાળી યોગ્યતાની વાત નથી પણ તેની સમય સમયની પર્યાયની યોગ્યતાની વાત છે, એ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે.
જી દરેક વસ્તુની પોતાની યોગ્યતાથી જ કાર્ય થાય છે, નિમિત્તને લીધે કંઈ પણ થતું નથી, એવો જે યોગ્યતાનો સ્પષ્ટ સિદ્ધાંત પૂજ્ય ગુરુદેવ સમજાવે છે, તે સાંભળીને અનેક વિદ્વાનો કહે છે કે બોગ્યતા માટે કાંઈ શાસ્ત્રાધાર છે –તેથી અહીં શ્રી ગોમ્મસાર શાસ્ત્રમાંથી એક મુખ્ય અને સ્પષ્ટ આધાર આપ્યો છે; બીજા પણ અનેક શાસ્ત્રોમાં આ સંબંધી સ્પષ્ટ કથન આવે છે.
–શ્રી આત્મધર્મ/અંક ૧૪૭માંથી સાભાર ઉધૃત.
છૂટકારો પામતા જીવની પરિણતિ વૈશાખ સુદ બીજે રાત્રિચર્ચામાં પુજ્ય ગુરુદેવે આત્માના છુટકારાની ઉલ્લાસભરી વાત કીધી અહો ! જે આત્મા છુટકારાના માર્ગે ચડ્યો તેના પરિણામ ઉલ્લાસરૂપે હોય છે. તેને છુટકારાના જ વિકલ્પો આવે છે...સ્વખાં પણ એનાં આવે. છુટકારાના પ્રસંગ પ્રત્યે જ તેનું વલણ જાય...તેના વિકલ્પમાં નિમિત્તપણે પણ છુટકારાના જ નિમિત્તો હોય. છૂટેલા દેવ, છૂટકારો પામતા ગુરુ અને છૂટવાનું બતાવનારા શાસ્ત્રો, એવા છુટકારાના નિમિત્તો પ્રત્યે જ તેના વિકલ્પો ઊઠે.તેમાંય છુટકારાનું સાધન તો નિજ સ્વરૂપનું અવલંબન છે, ને દેવ-ગુરુ-શાસ્ત્ર પણ એ જ કરવાનું બતાવે છે, એટલે તે સ્વરૂપ-સાધનની પ્રધાનતા છૂટતી નથી. આવી છુટકારો પામતા જીવની પરિણતિ હોય છે. છુટકારાના માર્ગથી વિરુદ્ધ વિકલ્પ ઊઠતા નથી. - અહો ! ખેતરના કામના બંધનથી છૂટીને પોતાના ઘરે પાછા ફરતાં બળદ પણ ઉમંગભેર દોડતા દોડતા ઘરે આવે છે; દોરડાનાં બંધનથી છૂટવાનો પ્રસંગ આવતાં નાનું વાછરડું પણ હર્ષથી કુદાકુદ કરી મૂકે છે. તો પછી અનાદિના ભવ-બંધનથી છુટકારાનો અપૂર્વ પ્રસંગ આવતાં કયા મોક્ષાર્થીની પરિણતિ આનંદથી ઉલ્લાસિત ન બને !! છુટકારાનો માર્ગ સાધતા જીવના પરિણામ જરૂર ઉલ્લાસરૂપ હોય છે, અને ઉલ્લાસિત વિર્યવાળો જીવ જ છુટકારાનો માર્ગ પામે છે.
આત્મ-ઉલ્લાસી સંતોનો નમસ્કાર!
ભેદને પ્રાપ્ત થાય તે પર્યાપ
મારા
લિસિન નાચવાતા જન સ્ટાર પ્રાથમિક
બાદ જે
ર૪ર ૮
:
કે.જી