________________
ભાવોયુક્ત સામાન્ય વિશેષ૩૫ વસ્તુ છે. આવો જ્ઞાનમાર-ભાવ છે છે, એમ અનુભવ કરનાર જ્ઞાની પુરુષ અનુભવે છે. આ આત્મા જાણવાનું કામ કરે છે તે કાંઈ પરણેય છે માટે જાણે છે એમ નથી અને પોયને જાણે છે માટે આત્મા જાણનાર છે એમ પણ નથી. જાણાવાની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે છ દ્રવ્યનું જ્ઞાન પોતાની જ્ઞાનની પર્યાયરૂપ છે. તે પર્યાય છે દ્રવ્યના આકારે ભલે કહેવાય, પણ છે તો એ જ્ઞાનની પર્યાય. છ દ્રવ્ય જણાય છે-એમ નહી. છ દ્રવ્ય સંબંધીની જ્ઞાનની પર્યાય પોતાને જણાય છે. એ જ્ઞાન પોતે જોય છે, પોતે જ્ઞાન છે અને પોતે જ જ્ઞાન દ્વારા જાણનારો જ્ઞાતા છે. ધર્મની દૃષ્ટિવંતને ત્રણે ભિન્ન ભાસતાં નથી. આત્માની જ્ઞાનક્રિયા જાણવાની અવસ્થારૂપ છે તે જ્ઞાનસ્વરૂપ છે, પરને જાણે છે માટે તે શેયસ્વરૂપ છે-એમ નથી. વળી પોતે જ શેયસ્વરૂપ છે. જાણનક્રિયા પોતે જ પોતાનું શ્રેય છે. બાહા જોયો જ્ઞાનથી જુદાં છે. જાણવાની પર્યાયમાં બાહાયો જેવા સ્વરૂપે છે તેવું સ્વરૂપ જણાય છે છતાં બાહા જોયો આ જ્ઞાન પર્યાયથી તદ્દન જુદાં છે. ' આ શરીર, વાણી, મન આદિ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો શું એ શેય જણાય છે? ‘ના’ એ તો જ્ઞાનની પર્યાય જણાય છે. જ્ઞાનની જાણ નક્રિયા જ પોતે પોતાને જાણે છે. પોતે જ અભેદ વસ્તુ છે. બાહ્ય શેયો જ્ઞાનથી જુદાં છે. બાહ્ય પદાર્થો જાણવામાં આવ્યા છે? “ના” એ સંબંધીનું જ્ઞાન પોતાપણું થયું છે, તે પોતે શેય છે અને પોતાને જાણે છે. વસ્તુનું સ્વરૂપ એવું છે. તારા જ્ઞાનની પર્યાય પરિણમે છે તે શેયને લઈને નથી. ખરેખર જોયને જાણનારી પર્યાય શેયરૂપે નથી-ય તો જ્ઞાનથી જુદાં રહી ગયા છે. તારી જ્ઞાન પર્યાયનો ધર્મ તારાથી થયો તે તને જણાય છે, પર વસ્તુ નહિ. પણ આ રાગને જ્ઞાન જાણે છે ને? ના રાગ સંબંધીના જ્ઞાનપણે પરિણમેલી પોતાની જ્ઞાનપર્યાય-જ્ઞાનનો કલ્લોલ ઊડે છે તેને જ્ઞાન જાણે છે. આત્માપરને કરે કે રાગને કરે એવું તો એનું સ્વરૂપ છે જ નહિ, પણ પરને જાણે છે એવું પણ એનામાં નથી. ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન્યજ્યોતવસ્તુ પરમાં ફેરફાર કરે એ વાત છે જ નહિ. પણ પરને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહાર
૨૦.
એક વાત :- બાહ્ય જોયો જ્ઞાનથી જુદાં છે. બીજી વાત - જોયો જ્ઞાનમાં પેસતાં નથી. જોયોની આકારની ઝલક જ્ઞાનમાં આવતાં શેયને જાણ્યાં એમ કહેવું તે વ્યવહાર છે. ત્રીજી વાત - માટે શેયો જ્ઞાનમાં આવે છે એમ માનનારા પોતાની જ્ઞાનની અવસ્થા પોતાના અસ્તિત્વમાં પોતાથી પરિણમે છે એમ માનતાં નથી. ચોથી વાત - જોયો જ્ઞાનમાં આવે છે એમ માનનારા પોતાની જ્ઞાનની નિર્મળ સ્વચ્છ અવસ્થા આવડી મોટી છે તેને જ હું જાણનાર છું એમ ન માનતાં, પરના અસ્તિત્વને લઈને મને જ્ઞાન થયું એમ માનનારે સ્વના અસ્તિત્વની મહત્તાની ખબર નથી. છ દ્રવ્યના જ્ઞાનનું પરિણમન પોતાના જ્ઞાનના કલ્લોલમાં થયું તે તો પોતાના અસ્તિત્વમાં જ્ઞાનની પર્યાયનું પરિણમન થયું છે; છ દ્રવ્યનું પરિણમન અહીં આવ્યું નથી. તારા જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ એવડું મોટું છે કે તે શેયને લઈને નહિ. અહીં તો એના સંબંધીના