________________
૧. જ્ઞાન સર્વ જ્ઞેયને પ્રકાશે છે.
૨. જ્ઞાન પોતે જ સ્વસંવેદ્યમાન છે.
૩. જ્ઞાનમાં અન્ય જ્ઞેયને વેઠવાનો ગુણ નથી.
૪. તથાપિ, “જ્ઞાન પરને જાણતું નથી ” એવું જે કથન આધ્યાત્મિક પ્રકરણમાં છે, તેમાં
રહેલા અર્થ ગાંભીર્યને આત્માર્થી જીવોએ સ્વહિતના લક્ષે પૂરેપૂરી ગંભીરતાથી અવધારવું યોગ્ય છે, અન્યથા એ વિષે વિપર્યાસ ઉત્પન્ન થવાની સંભાવના અવશ્ય છે.
૫. અતઃ “ જ્ઞાન પરને જાણતું નથી” -ત્યાં જ્ઞાનની શક્તિ જે નિશ્ચયથી સ્વ-પર પ્રકાશક છે, તે સર્વે જ્ઞેયને પ્રકાશે છે, તેનો નિષેધ કરવાનો હેતુ અહીં નથી. પરંતુ અધ્યાત્મના ઢષ્ટિકોણથી – પ્રયોજનની સિદ્ધિ માટે નિમ્ન ત્રણ ન્યાયો અહીં વિચારી શકાય છે.
૬. યથાઃ
૧.
૨.
3.
જે જ્ઞાનરસના રસીલા જ્ઞાનીઓ છે, એવા જ્ઞાનીઓ શેયાકાર જ્ઞાનને ગૌણ કરતા થકા, જ્ઞાનને જ્ઞાન સામાન્યમાં એકાકાર કરતા થકા, તે પ્રકારની મસ્તીમાં પરશેયને અત્યંત ગૌણ કરતા આવા વચનામૃતને પ્રકાશે છે.
જ્ઞાન પરને વેદતું નથી અર્થાત વેદી શકતું પણ નથી એવો ભાવ સૂચવવા પણ ઉક્ત વચનામૃત ન્યાય સંપન્ન છે.
જ્ઞાન પરમાં તન્મય થઈને જાણતું નથી, પરંતુ સ્વચ્છતાને લીધે જ્ઞેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં ઝળકતું હોવા છતાં જ્ઞાન જ્ઞેયમાં એકત્ત્વભાવને પ્રાપ્ત થતું નથી, પરંતુ જ્ઞાનનું જ્ઞાનમાં એકત્ત્વ અનુભવરૂપે સ્પષ્ટપણે રહે છે, તેવા આશયથી પણ યુક્ત વચન નિર્દોષ છે.
૭. ઉપરના ન્યાયો અવધાર્યા વિના, “જ્ઞાન પરને જાણતું નથી” એવા વચનથી જ્ઞાનના સ્વ પર પ્રકાશક શક્તિનો અજ્ઞાનભાવે નિષેધ થઈ જાય તો તેમાં આત્મસ્વરૂપનો નિષેધ રહેલો છે અને તે સ્પષ્ટપણે ગૃહીત મિથ્યાત્ત્વને ઉત્પન્ન કરનારો ભાવ છે.