________________
* માયશ્રીઆ,%
AIME
(૪€ € શુદ્ધનયનો વિષય-જ્ઞાયકભાવ 3 3 ) ; પરમાગમના સારરૂપ-જ્ઞાયકભાવ તથા તેનો અનુભવ કેમ થાય? તે સંબંધી વિચારપરમાગમના રહસ્યોનો ઉકેલ કોઈ પણ કથન તે કઈ અપેક્ષાનું છે તે જાણી, નીચે મુજબ ચાર
પ્રકારથી થઈ શકે. (૧) દેષ્ટિપ્રધાન-દષ્ટિનો વિષય (રામયસાર ગા.૧૧) (૨) જ્ઞાનપ્રધાન-દૃષ્ટિનો વિષય (પ્રવચનસાર ગા.૧૯૨,૨૦૦). (૩) દૃષ્ટિપ્રધાન-જ્ઞાનનો વિષય (સમયસાર ૪૭ શક્તિ). (૪) જ્ઞાનપ્રધાન-જ્ઞાનનો વિષય (પ્રવચનસાર ૪૭ નય)
વિશેષ રહિત સામાન્ય શુદ્ધાત્મા-દૃષ્ટિ (શુદ્ધનય) નો વિષય
સામાન્ય વિશેષાત્મક આત્મા-જ્ઞાન (પ્રમાણજ્ઞાન) નો વિષય * વિશેષ બે પ્રકારના છે :(૧) સામાન્યની બહાર રહેલા કર્મ (દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ), ઇન્દ્રિયો (દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય તથા
તેના વિષયો), કર્મ સાપેક્ષ પરિણામો (રંગ-રાગ-ભેદ) થી ભેદજ્ઞાન કરવાનું છે. (૨) સામાન્ય સ્વરૂપ, તેની અંદર રહેલા ક્રમરૂપ તથા અક્રમરૂપ અનંત નિરપેક્ષ વિશેષોથી રચાયેલું છે. તે
ભેદોનો વિસ્તાર કરી, તેનું સ્વરૂપ સારી રીતે સમજી, પછી તે ભેદોનું લક્ષ છોડી અભેદનો અનુભવ કરવાનો છે. ભેદોને અભેદમાં સમાવી લેવાના છે. દૃષ્ટિ સ્વભાવથી જ એકાંતિક અને નિર્વિકલ્પ હોય છે. તેથી દૃષ્ટિ તેના વિષયને અભેદ પણે જ ગ્રહણ કરે છે. જ્ઞાન સ્વભાવથી જ અનેકાંતિક અને સવિકલ્પ હોય છે. તેથી જ્ઞાન તેના વિષયને અનંત ભેદાત્મક અભેદ ગ્રહણ કરે છે.
જ્ઞાયકભાવ અખંડ અભેદ એકરૂપ હોવા છતાં તેમાં નીચે મુજબ વિશેષ ગર્ભિત છે. (૧) અસંખ્ય પ્રદેશમાં વ્યાપક ત્રિકાળી અનંત ગુણો. દરેક ગુણમાં ક્રમે ઉત્પન્ન થવાવાળી અનાદિ અનંત
વિશેષ પર્યાયો નિમગ્ન છે. (૨) દરેક ગુણની વર્તમાન વર્તતી ધ્રુવ પરિણતિરૂપ કારણ શુદ્ધ પર્યાય છે–જે ત્રિકાળીને વર્તમાનમાં વ્યક્ત
કરે છે તથા વર્તમાન કાર્યનું કારણ થાય છે. દ્રવ્યની ધુવ પરિણમન શક્તિ. ભેદથી પૂજિત પંચમભાવની પરિણતિ-૫ર્યાયરૂપ હોવા છતાં અભેદથી પરમભાવગ્રાહી શુદ્ધ
દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે-કારણ પરમાત્મા ધ્રુવ પરિણમનરૂપ છે. આધારઃ નિયમસારની અનેક ગાથાઓ, સમયસાર-૪૭ શક્તિઓની વ્યાખ્યા પ્રયોજનઃ ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ-સ્વરૂપે પ્રત્યક્ષ વગેરે ભાવોથી દ્રવ્યનું (દ્રવ્ય-ગુણ-૫ર્યાયથી) પૂર્ણપણે
ભાસે છે, ઉત્પાદ પર્યાયની દૃષ્ટિ સહેજે જ છૂટી જાય છે. દૃષ્ટાંતઃ સમુદ્રની હીલોળા મારતી સપાટી. (૩) ઉપયોગ સામાન્યઃ- ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ-જે અનાદિ અનંત પર્યાયાર્થિકનયના
પારિણામિકભાવરૂપે હોવા છતાં સદેશ સામાન્ય ધ્રુવ પ્રવાહ રૂપે છે. ચૈતન્યમાંથી પ્રગટ થઈ, ચૈતન્યને