________________
જ્ઞાની માનતો નથી. પ્રતિમા છે માટે રાગ થાય છે અને પ્રમોદ આવે છે એમ જે માને | છે તે પુદ્ગલદ્રવ્યને પોતારૂપ કરે છે.
રાગ હોય ત્યારે એવું નિમિત્ત હોય છે પણ એ ચીજને લઈને રાગ થાય છે એમ જ્ઞાની માનતો નથી. કોઈ કહે કે દેવદર્શનથી સમ્યગ્દર્શન થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?તેનો અર્થ એવો છે કે સમ્યગ્દર્શન આત્મા પ્રગટ કરે છે તે પહેલાં તેનું લક્ષ ક્યા નિમિત્ત ઉપર હતું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવામાં આવે છે કે દેવદર્શનથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે પણ ખરેખર તેનાથી આત્માને સમ્યગ્દર્શન થાય છે એમ નથી. પ્રતિમાથી લાભ માને તે પુદ્ગલદ્રવ્યને અને આત્માને એક કરે છે. સિમેદશિખરાદિની જાત્રાથી જ્ઞાન ખીલે અને ધર્મ થાય એમ જે માને છે
તે પુદ્ગલને પોતારૂપ કરે છે. સન્મેદશિખર, શત્રુંજય અને ગિરનાર તે પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. તેનાથી મારા ચૈતન્યની અવસ્થા ખીલે અથવા શાંતિ મળે એમ માનનાર પુદ્ગલદ્રવ્યને અને આત્માને એક કરે છે. જ્ઞાનીને અલ્પ રાગ છે ત્યાં સુધી તેવા પ્રકારના રાગના પરિણામ હોય છે ખરા, પણ તે જાણે છે કે આત્માનો સ્વ–પરપ્રકાશક જ્ઞાનસ્વભાવ પોતાથી છે, તે જાત્રા કરવાથી ખીલતો નથી પણ તે મારા જ્ઞાનનું શેય છે. એ વખતની જ્ઞાનની લાયકાત તે જ શેયને જાણવામાં છે ત્યારે તેનું નિમિત્ત હોય છે. અજ્ઞાની તે નિમિત્તના કારણે પોતાનું જ્ઞાન માને છે તે આત્માના સ્વભાવને ભૂલે છે, તે મોટું શલ્ય છે. દિવ્યધ્વનિ સાંભળવાથી આત્મામાં જ્ઞાન થાય એમ માનનાર
પુદ્ગલદ્રવ્યને પોતારૂપ કરે છે. સાક્ષાત્ ત્રિલોકનાથ તીર્થંકરનો દિવ્યધ્વનિ પણ આત્માના સમ્યજ્ઞાનને પ્રગટ કરતો નથી. છતાં અજ્ઞાની તે દિવ્યધ્વનિથી અથવા તો ગુરુની વાણી સાંભળવાથી જ્ઞાન ખીલે અને આત્માનો વિકાસ થાય એમ માને છે તે પુદ્ગલદ્રવ્યને પોતારૂપ કરે છે. તે સાંભળવાથી જ્ઞાન થયું એમ કહેવાય છે તે તો વ્યવહારનયનું કથન છે. ભગવાનની વાણી પણ પુગલદ્રવ્યની પર્યાય છે. તે પુલથી આત્માને લાભ થતો નથી. અજ્ઞાની એમ કહે કે વાણીમાં લાભ થતો નથી તો વાણી સાંભળવા શા માટે જાય છે?-કે ખરેખર તો વાણી સાંભળવા કોઈ જતું નથી અને કોઈ આવતું નથી પણ તે પ્રકારનો રાગ હોય છે તે વખતે વાણીનું નિમિત્ત હોય છે પણ વાણીથી જ્ઞાન થતું નથી.
આત્મધર્મ
[ સપ્ટેમ્બર, ૨૦૦૮