________________
આ રીતે નિર્વિકલ્પ અનુભવ વખતે ઉપયોગમાં દ્રવ્યનું મુખ્યપણું તથા પર્યાયનું ગૌણપણે ચાલુ રહે ત્યાં સુધી નિર્વિકલ્પતા ટકે છે. જ્યારે ત્રિકાળી અભેદ દ્રવ્યનું મુખ્યપણું છુટવા માંડી ભેદનું (ગુણ, પર્યાય અથવા તેમાં થતાં શેયા કારોનું) મુખ્યપણું થાય ત્યારે ઉપયોગ સવિકલ્પ થઈ જાય છે. દૃષ્ટિમાં ભેદનું મુખ્યપણું થઈ જાય તો દૃષ્ટિ મિથ્યા થઈ જાય. દૃષ્ટિ ચાલુ રહે ત્યારે ફરી ભેદને ગૌણ કરી, અભેદને મુખ્ય કરતાં જ અભેદનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. અભેદની મુખ્યતા ન હોય અથવા જ્ઞાનનાં સાકાર સ્વભાવમાં ભેદોનું જ્ઞાન સહેજે થતું હોવા છતાં તેનાથી અશુદ્ધપણું આવશે તેવા ભ્રમથી તેને જાણવાનો સર્વથા નિષેધ હોય તો, જ્ઞાનનો દ્રોહ થતો હોવાથી, અનુભવ થઈ શકતો નથી.
આ રીતે નિર્વિકલ્પમાં નિશ્ચય વ્યવહારનો મેળ હોય છે. બે નયના સ્વરૂપને જાણે છે. આધારઃ દેવસેનઆચાર્ય કૃત નયચક્ર પ્રમાણ પૂજ્ય નથી, સમયસાર ગા. ૭ નો ભાવાર્થ, ગા. ૧૪૩ સવિકલ્પ અવસ્થા:- દ્રવ્યની દૃષ્ટિ તથા અનુભવનું મુખ્યપણું (નિશ્ચય) ચાલુ રહે છે. વિશેષ પર્યાયનું
ગૌણપણે (વ્યવહાર) જ્ઞાન થાય છે. નિશ્ચય શુદ્ધતાને અનુકૂળ અશુભ વંચનાર્થે (વ્રત તપ વગેરે) તથા સ્વભાવ સન્મુખાર્થે (સ્વાધ્યાય, ચીંતન વગેરે) વ્યવહાર-શુભભાવ આવે છે–હોય છે, તે જાણેલા પ્રયોજનવાન છે. છતાં તેને સાવધાની પૂર્વક કરવા, તે સાધન તથા કારણ છે તેમ પણ વ્યવહારથી કહેવાય છે.
શ્રદ્ધા શુભભાવને સ્વીકારતી નથી, ચારિત્રમાં તેનું વેદન તથા હેયપણું હોય છે, જ્ઞાન તેને સર્વપ્રકારે જાણે છે.
નિશ્ચયમાં ખેંચાય- વ્યવહારને સર્વથા ઉડાડે તો નિશ્ચયાભાસપણું થઈ જાય. * વ્યવહારમાં ખેંચાય તો વ્યવહારનો પક્ષ થઈ જાય-નિશ્ચયની દૃષ્ટિ છુટી જાય. નિર્વિકલ્પ અવસ્થામાંજ નિશ્ચય વ્યવહાર મોક્ષમાર્ગ પ્રગટે છે (દ્રવ્ય સંગ્રહ ગા. ૪૭)
જ્ઞાન સ્વભાવ પર્યાયને એક જ પ્રકારે ન જાણવી બે પ્રકારે જાણવી.
સાપેક્ષ તથા નિરપેક્ષ આધારઃ નિયમસાર ગા. ૧૪,૧૫, આલાપ પદ્ધતિ / નયચક્ર (કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ પર્યાયર્થિકનય, કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ પર્યાયર્થિકનય-સિદ્ધ સમાન.).
ચૈતન્ય અનુવિધાયિ ઉપયોગ-નિરપેક્ષ પર્યાય બે પ્રકારની:કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ પોતાના સ્વરૂપોને યુગપત્ જાણવા સમર્થ હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. સામાન્ય ઉપયોગનો સ્વભાવ અખંડપણે સમસ્ત પર પ્રકાશક છે.
આવી શક્તિ કર્મ આવરણના કારણે અવરાયેલી છે. જ્ઞાનની પર્યાય જેટલી પ્રગટ છે તેટલી ક્ષયોપશમ-સ્વભાવના અંશરૂપ છે. આ પ્રગટ પર્યાયમાં પણ સ્વ-પર પ્રકાશકપણું (પ્રતિભાસ) છે. આધારઃ ધવલ (મંગલ) / જયધવલ (જ્ઞાનના ભેદ), દ્રવ્યસંગ્રહ ગા. ૪,૫, પ્રવચનસાર ગા. ૨૦૦
પૂ. ગુરુદેવશ્રી પ્રવચનઃ કારણ શુદ્ધ પર્યાય પા. ૭૬