________________
(13
| (a) અજ્ઞાન અવસ્થા- ' ઉપાદાન - દ્રવ્ય સ્વભાવ તથા ઉપયોગ સામાન્યના તીરોભાવરૂપ.
સ્વભાવના અજ્ઞાન, પરભાવોના એકત્વ તથા જોયાકારના આવિર્ભાવ-ખંડજ્ઞાનરૂપ નૈમિત્તિક- કુમતિ વગેરે, આશ્રવ-બંધ, ઔદયિક-ક્ષયોપથમિકભાવ વગેરે રૂપ (b) સાધક અવસ્થાઉપાદાન- દ્રવ્ય સ્વભાવ તથા ઉપયોગ સામાન્યના અંશે આવિર્ભાવરૂપ.
જ્ઞાનધારા તથા કર્મધારા એવા બે ભેદવાળી. નૈમિત્તિક- સુમતિ વગેરે, આશ્રવ-બંધ-સંવર-નિર્જરા, ઉપશમયોપશમ વગેરે રૂપ. * પ્રગટ થયેલી શુદ્ધતા ભેદથી, વિશેષરૂપે અથવા નૈમિત્તિકરૂપે જણાય છે. અભેદથી આત્માપણે– સામાન્યપણે અનુભવાય છે. વિશેષ પર્યાય સામાન્યરૂપે થઈને સામાન્યને અનુભવે છેએક જ્ઞાનમાત્રની અનુભૂતિ થાય છે. આધારઃ સમયસાર ગા. ૫૦ થી ૫૫. (c) સાધ્ય અવસ્થાઉપાદાન-દ્રવ્ય સ્વભાવ તથા ઉપયોગ સામાન્યના પૂર્ણ આવિર્ભાવરૂપ નૈમિત્તિક-કેવળજ્ઞાન, મોક્ષ, ક્ષાયિકભાવ
સાધક અવસ્થા સાધક અવસ્થામાં-નિર્વિકલ્પ તથા સવિકલ્પ બે અવસ્થાઓ આવે છે. નિર્વિકલ્પ અવસ્થાઃ દૃષ્ટિમાંથી ગુણભેદ છુટે તથા જ્ઞાનમાંથી પર્યાયભેદ છૂટે ત્યારે નિર્વિકલ્પતા આવે છે.
પરમ પરિણામિકભાવે સ્થિત નિત્ય ધ્યેયનું ધ્યાન અથવા નિરંતર સામાન્ય શેયનો અનુભવ કરી, પર્યાય વિશેષમાં અભેદપણાનો અનુભવ થવો તેને પર્યાયનો નિશ્ચય કહે છે. તેમાં જ સાધ્યની
સિદ્ધિ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. બાધારઃ સમયસાર- સેટીકાની ગાથા.
શુદ્ધાત્મદ્રવ્યના નિર્વિકલ્પ અનુભવમાં ત્રિકાળી દ્રવ્ય સામાન્ય ધ્યેય તરીકે ઉપાદેયપણે જણાય છે (પરમ શુદ્ધ નિશ્ચયનય). પ્રગટ થયેલી શુદ્ધ પર્યાયથી અભેદ આત્મા શેય અથવા સાધ્ય તરીકે ઉપાદેયપણે જણાય છે (અભેદનય). દ્રવ્ય પર્યાયનું ભિન્ન ભિન્ન જ્ઞાન (પ્રમાણ જ્ઞાન) થતું હોવા છતાં દ્રવ્યનું મુખ્યપણું તથા પર્યાયનું ગૌણપણું-ઉદાસીનપણું (વ્યવહારનય) રહે છે. છદ્મસ્થ હોવાથી જ્ઞાનમાત્રમાં એક તરફ એકાગ્ર હોવાથી આ બધું જ્ઞાન ઉપયોગાત્મક થાય છે. અશુદ્ધ પર્યાયોનું કથંચિત અભિપણું
તથા પરદ્રવ્યોનું જ્ઞાન (મુખ્યતાએ) લબ્ધમાં હોય છે. તેની સાથેના વ્યવહારો આગમ પદ્ધતિમાં હોય છે. નાધારઃ માઈલધવલ કૃત નયચક્ર: નય તથા પ્રમાણ- સવિકલ્પ તથા નિર્વિકલ્પ પા. ૯૯,
વિકલાદેશી નયથી સકલાદેશી પ્રમાણ પૂજ્ય છે પા. ૨૨૯ શ્રદ્ધામાં જ્ઞાનનું રૂપ હોવાથી જેટલું જ્ઞાનમાં જણાય છે તેનું પણ શ્રદ્ધાન થાય છે. જ્ઞાનમાં શ્રદ્ધાનું રૂપ હોવાથી જ્ઞાનમાં બધું ભિન્ન ભિન્નપણે તેના સાકાર સ્વભાવમાં જણાતું હોવાથી દ્રવ્યસામાન્યનું મુખ્યપણું-ઉપાદેયપણું રહે છે. માટે શ્રદ્ધા તેને અખંડિત પણે પકડી રાખે છે.
કત કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હૈ, અકતૃત્વ શક્તિ અખંડ રીતિ ધરે છે. યાહીં કે ગવેષી હોય જ્ઞાનમાંહિ લખિ લીજૈ, જ્ઞાનકી લખની યા અનંત સુખ ભરે છે.