________________
ક
SAREESE
સાદ
તન્મયપણે પ્રસિદ્ધ કરી (અનુભવી), ચૈતન્યમાં જ વિલીન થઈ જાય છે. ચૈતન્યની જાત હોવાથી, દરેકને સ્વાનુભવ પ્રસિદ્ધ તથા સ્વાર પ્રકાશક હોવાથી લક્ષણરૂપે છે. ભેદથી પર્યાયરૂપે હોવા છતાં
અભેદથી અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે. . આધારઃ સમયસાર કળશ. ૪૨, પરિશિષ્ટ - લક્ષ્ય-લક્ષણ ભેદ, દ્રવ્ય સંગ્રહ ગા. ૪, પ્રવચનસાર ગા. ૧૨૭ પ્રયોજનઃ અનાદિથી પર્યાયમાં માત્ર રાગાદિ ભાવો જ નથી, જ્ઞાનનું પરિણમન પણ છે. રાગાદિને ભેદજ્ઞાન
કરી પુગલના કહેવામાં આવે છે, જ્ઞાન આત્માથી અભિન્ન છે. દૃષ્ટાંતઃ સમુદ્રનાં મોઝાંને સમુદ્રનાં પાણીરૂપે જોવા.
ઉપરોક્ત ત્રણેનું વર્તમાન અખંડપણે સામાન્ય સ્વરૂપે ક્ષણીક ઉત્પાદ વ્યયરૂપે પરિણમતાં સાપેક્ષ વિશેષ પર્યાયરૂપે પરિણમતું નહીં હોવાથી ધવરૂપે પણ કહેવાય છે. તેમાં સામાન્ય ચૈતન્યમય પરિણમન, તેનું કર્તૃત્વ, ભોકતૃત્વ તથા સ્વપરનું જ્ઞાતૃત્વ રહેલું છે.
શુદ્ધનયનો વિષય જ્ઞાયક બે રૂપવાળો છે. ધ્યેયઃ દ્રવ્ય, ગુણ, કારણશુદ્ધપર્યાયમય-દષ્ટિપ્રધાન દૃષ્ટિનો વિષય.
આશ્રય કરવા યોગ્ય-નિત્ય સ્વરૂપ-અપરિણામી. શેયઃ દ્રવ્ય, ગુણ, કા. શુ. પર્યાય, ઉપયોગ સામાન્યમય-જ્ઞાનપ્રધાન દેષ્ટિનો વિષય. આવિર્ભાવ કરવા યોગ્યનિરંતર સ્વરૂપ-પરિણામી-અનુભવનો વિષય.
આ બે રૂપમાંથી કોઈપણ એક રૂપને ઉપયોગ વિશેષ વડે તન્મયપણે ગ્રહણ કરતાં આત્માનો પ્રથમ અનુભવ થાય છે. સાધક દશામાં થતાં અનેક નિર્વિકલ્પ અનુભવ ક્યારેક ધ્યેયરૂપને તથા ક્યારેક શેયરૂપને ગ્રહણ કરતાં થાય છે. * ધ્યેયને ગ્રહણ કરતી વખતે સામાન્ય ઉપયોગ ગૌણ હોય છે.
* શેયને ગ્રહણ કરતી વખતે સામાન્ય ઉપયોગમયી સ્વરૂપનું અભેદ ગ્રહણ હોય છે. આધારઃ ધ્યેય- સમયસાર ગા. ૬ (૧ લો પેરેગ્રાફ), ગા. ૧૪ નિયમસાર ગા. ૩૮,૫૦.
શેયઃ- સમયસાર ગા. ૨ (સમય), ગા. ૬ (રજો પેરેગ્રાફ), ગા. ૧૫, પરિશિષ્ટ-જ્ઞાનમાત્રમાં
અચલિતપણે સ્થાપેલી દૈષ્ટિ, પ્રવચનસાર ગા. ૧૯૨,૨૦૦.
પૂ. ગુરુદેવશ્રી. સમ્યગ્દર્શનનું નિરૂપણ બે પ્રકારે–દેષ્ટિપ્રધાન (સમયસાર ગા. ૧૧) તથા જ્ઞાનપ્રધાન (પ્રવચનસાર ગા. ૨૪૨ ) (પ્રવચન રત્નાકર ભા-૧૧ પા. ૫૬, પ્રવચન નવનીત ભા૪ પા. ૧૨૨, સમયસારસિદ્ધિ ભા–૨ પા. ૧૪૧).
ધ્યેય શેયના બે ભેદ કરવાથી જ્ઞાયક બે નથી થઈ જતાં. એક જ્ઞાયકના જ બે રૂપ છે-દ્વિરૂપ એકરૂપ છે.
માત્ર એક રૂપથી એક રૂપની સિદ્ધિ થતી નથી, બીજા રૂપથી પહેલાં રૂપની સિદ્ધિ થાય છેબન્ને રૂપથી પૂરા સ્વરૂપની સિદ્ધિ થાય છે. જેમકે ધ્યેયને ગ્રહણ કરતાં, ગ્રહણ કરવાવાળી પર્યાય અભેદપણે ગ્રહણ કરતી હોવાથી, શેયની સિદ્ધિ થાય છે તથા શેયનું અભેદ જ્ઞાન અથવા અનુભવ, ધ્યેયના ધ્યાન પૂર્વક જ થાય છે.
અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા એ ધ્યેયરૂપ છે તથા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે એ શેયરૂપ છે.