________________
૧૪૩
Vol.1837 July, 2008
* ATMA-JAGRATI * Postal Regd. No. BVHO/199/2006-2008 Renewed upto 31-12-2008 U RNI Registration No. 69717/93 સદસ્યતા શુલ્ક : વાર્ષિક રૂ. ૩૫ * બારહવર્ષીય રૂ. ૩૫૦
પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર
...જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે... ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો...
આ મુરબ્બી... અર્થાત્ કૃપાળુદેવની] ... ઇચ્છામાત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર ગતને કંઈ લાગતું વળગતું કે લેવા-દેવા નથી. એટલે તેમાંથી તેને માટે મને તે વિચારો બંધાય કે બોલાય તે ભણી. હવે જ્વા ઇચ્છા નથી....
કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે ઃ જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
*જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; ... તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તો માત્ર સત્પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું.
આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈપણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિ-પદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.
દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે...
Printed & Published by Chiranjilal Jain
hahall
-"
5 હું સ્વભાવથી જ
—શ્રીમદ્ રાજ્ગદ્ર' / પભ્રંશઃ ૩૭.
જ્ઞાયક છું !
હું સ્વભાવથી જ શાયક હોવાથી વિશ્વની સાથે મારે કેવળ શેય-જ્ઞાયક સંબંધ છે, પરંતુ કર્તા-કર્મ, સ્વ-સ્વામી આદિ સંબંધો જ નથી. કર્મ જ્ઞેય છે ને હું શાયક છું. શરીરની રોગનિરોગ ગમે તેવી અવસ્થા થાય તે મને ઠીક–અઠીકરૂપ નથી પણ તે શેયરૂપ અને હું શાયક છું. અરે! વિકાર થાય તે પણ શેય છે ને હું શાયક છું. ત્રણ લોકના નાથ તે વિનય કરવાયોગ્ય છે અને હું વિનય કરનાર છું એમ નથી. ત્રણ લોકના નાથ પણ વિશ્વમાં—શેયમાં આવે છે અને હું જ્ઞાયક છું. આખું વિશ્વ તે જ્ઞેય છે ને હું શાયક છું. એ સિવાય વિશ્વ તે મારું સ્વ અને હું તેનો સ્વામિ એવો સ્વ–સ્વામી સંબંધ નથી. હું કર્તા ને તે મારા કર્મ એવો કર્તા-કર્મ સંબંધ પણ વિશ્વની સાથે નથી. મારે વિશ્વની સાથે કેવળ એક શેય—જ્ઞાયક સંબંધ જ છે અને તે પણ વ્યવહાર છે. પરમાર્થે તો હું જ શાતા, જ્ઞાન ને શેય છું, તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી. —પુરુષાર્થપ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી
2