________________
૧૩
ભેદજ્ઞાન-પ્રશ્નોત્તર
વિકાર સાથેના કર્તાકર્મપણાની પ્રવૃત્તિ ટાળીને જેઓ શાનમય થયા ને મુક્તિ પામ્યા એવા સિદ્ધ
ભગવંતોને નમસ્કાર હો.
Tપ્રશ્ન : મોક્ષનું અને સંસારનું કારણ શું છે ? ઉત્તર ઃ આત્મા શાનસ્વરૂપ છે, તે કર્યાં થઈને પોતાનું જ્ઞાન-કાર્ય કરે, તે જ શાનીનું ખરું કર્મ છે ને તે મોક્ષનું કારણ છે.
તેને બદલે, અજ્ઞાનીને એવી જે વિકાર સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ છે કે હું જ્ઞાનસ્વભાવી આત્મા કર્યાં છું ને આ ક્રોધાદિક ભાવો મારાં કર્મ છે, તેનું ફળ સંસાર છે; પોતાના ત્રિકાળી શાનાનંદસ્વભાવ સાથે પર્યાયની એકતા કરતો નથી ને વિકાર તે જ હું છું. એમ વિકારમાં એકતા-બુદ્ધિ કરીને અજ્ઞાની તેનો કર્યાં થાય છે, એ જ સંસારનું કારણ છે.
જ્ઞાની તો ચૈતન્યસ્વભાવમાં એકતા કરીને જે નિર્મળ પર્યાય થઈ, તેના જ કર્તા થાય છે, ને ક્રોધાદિકથી પોતાને ભિન્ન જાણે છે,—એ ીતે ભેદજ્ઞાન વડે તે મુક્તિ પામે છે.
Tપ્રશ્ન: શ્રી આચાર્યદેવે [‘સમયસાર'ના] આ કર્તાકર્મ અધિકારનું મંગલાચરણ કઈ રીતે કર્યું છે ?
ઉત્તરઃ સમ્યગ્નાનનો મહિમા કરીને મંગલાચરણ કર્યું છે; કેમકે સમ્યગ્નાન પોતે મંગળ સ્વરૂપ છે, તેથી શ્રી આચાર્યદેવે મંગલાચરણમાં તેનો જ મહિમા કર્યો છે.
આત્મ-જાગૃતિ * જુલાઈ, ૨૦૦૮
Tપ્રશ્નઃ સમ્યજ્ઞાન કેવું છે ?
ઉત્તર: અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિને સર્વ તરફથી શમાવી દેનારું છે અને જીવને મુક્તિ પમાડનારું છે.
7 પ્રશ્ન કર્તાકર્મની પ્રવૃત્તિ એટલે શું? ઉત્તર ઃ ‘હું કાઁ છું ને આ ક્રોધાદિક ભાવો મારાં કર્મ છે —એવી મિથ્યાબુદ્ધિથી અજ્ઞાની ક્રોધાદિક સાથે એકત્વપણે પરિણમે છે, તેનું નામ કર્તાકર્મની પ્રવૃત્તિ
છે; તે કર્તાકર્મની પ્રવૃત્તિનું ફળ સંસાર છે, અને સમ્યગ્નાન-જ્યોતિ વડે તેનો નાશ થતાં મોક્ષ થાય છે. I પ્રશઃ સમ્યગ્નાનરૂપ જ્યોતિ કેવી છે ? ઉત્તર ઃ સમ્યજ્ઞાનરૂપ જ્યોતિ એવી છે કેઃ શાનસ્વભાવમાં એકાગ્ર થઈને, અજ્ઞાન વડે ઊપજેલી એવી કર્તાકર્મની પ્રવૃત્તિને બધી તરફથી દાબી દે છે, વિકારના એક અંશને પણ પોતાના ચૈતન્યસ્વભાવના કાર્યપણે તે સ્વીકારતી નથી; વિકારના કર્તૃત્વને સર્વ તરફથી છેદી નાંખતી, ભેદજ્ઞાન-જ્યોતિ ઝણઝણાટ કરતી સ્ફુરાયમાન થાય છે. તે શાન-જ્યોતિ એવી પરમ ઉદ્ઘત્ત છે કે : રાગને આધીન જરાપણ થતી નથી, વળી તે અત્યંત ધીર છે—અંદરના ચૈતન્યસ્વરૂપમાં તે ઠરતી જાય છે, આકુળતારહિત થઈને શાંત-રસમાં તે લીન થતી જાય છે અને ચૈતન્યતત્ત્વને સમસ્ત પરભાવોથી તે ભિન્ન દેખે છે તથા વિશ્વને જાણવાનો તેનો સ્વભાવ છે.—આવી ભેદશાન-જ્યોતિ જગતને મંગળરૂપ છે; તે શાન-જ્યોતિનો મહિમા કરવો, તે માંગળિક છે.
જે જ્ઞાન-જ્યોતિ પ્રગટી, તે ચૈતન્યના આનંદમાં લીન થયેલી છે, તેથી અનાકુળ છે; તેનામાં એવી આકુળતા નથી. કે ઃ અરે ! પૂરું ચૈતન્ય સ્વરૂપ ક્યારે પ્રાપ્ત થશે ? ક્યારે મુક્તિ થશે ?
Tપ્રશ્ન : હું ક્યારે આ સંસારથી છૂટું ને ક્યારે મુક્તિ પામું ?”—એવો આકુળતાનો વિકલ્પ તો ધર્મીને ય આવે છે !
ઉત્તર : ધર્મીને ય એવો વિકલ્પ આવે પણ તે
જ્ઞાન-જ્યોતિથી ભિન્ન છે, જ્ઞાન-જ્યોતિમાં તે વિકલ્પ નથી. ધર્માત્મા તે વિકલ્પને પોતાની જ્ઞાન-જ્યોતિના કાર્યપણે સ્વીકારતા નથી એટલે કે વિકલ્પ સાથે જ્ઞાનની