________________
ક) શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. સમયસાર વાંચવાથી જ્ઞાન વધી ગયું એમ માનનાર પુદ્ગલને પોતારૂપ કરે છે કેમ કે શાસ્ત્ર પુદ્ગલદ્રવ્યની પર્યાય છે. કોઈ કહે કે જો શાસ્ત્રથી જ્ઞાન થતું નથી તો સમયસાર કેમ વાંચો છો? પદ્મપુરાણાદિ કેમ વાંચતા નથી? તેને કહે છે કે શાસ્ત્ર તો તેના સ્વકાળે આવવાનું હોય તે આવે છે, તેને કોઈ લાવતું નથી. જ્ઞાનીને તે વાંચવાનો રાગ હોય છે તે વખતે શાસ્ત્ર નિમિત્ત હોય છે પણ તેનાથી જ્ઞાન થાય તેમ તે માનતા નથી. અજ્ઞાની પર ચીજ ઉપર જોર આપે છે તે યથાર્થ નથી. સ્વ ઉપર જોર આપવું જોઈએ અને તેથી જ્ઞાન ખીલે છે, શાસ્ત્રથી જ્ઞાન ખીલતું નથી. (S) અજ્ઞાની એમ માને છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ માથું મૂંડાવ્યું હતું તો કેવળજ્ઞાન થયું કેમ કે માથા ઉપર હાથ મૂકતાં તેને ખ્યાલ આવ્યો કે હું મુનિ છું પણ મસ્તક મૂંડાવ્યાથી કેવળજ્ઞાન થયું નથી. શરીરની નગ્નદશા વગેરે પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, તેનાથી જીવની પર્યાય ઊઘડે એમ માનનાર પુગલદ્રવ્યને પોતારૂપ કરે છે. પોતે આત્મા નક્કોર ભૂમિકાવાળો છે. અંદર સ્વભાવનો ખજાનો ખૂટે એવો નથી. તેને મૂઢ જોતો નથી. તે મૂઢ પુદ્ગલથી આત્માની પર્યાય ખીલે એમ માને છે. સાત્ત્વિક ખોરાક લેવામાં આવે તો સાત્ત્વિક બુદ્ધિ થાય અને પછી તેનાથી ધર્મ થાય. સાત્ત્વિક દૂધ કે બદામની પર્યાય પુદ્ગલની છે તેનાથી લાભ માનનાર તેને અને આત્માને એકરૂપ કરે છે. “અન તેવું મન' એમ કહેવાય છે તે નિમિત્તનું કથન છે. (16) પુદ્ગલ તો જ્ઞાનનો વિષય છે પણ તે છે માટે જ્ઞાન ખીલે છે એમ નથી. શરીર . મજબુત હોય તો ધર્મ થાય એમ નથી. જો શરીરને કારણે ધર્મ થતો હોય તો સમુદ્રમાં હજાર જોજનનાં માછલાં થાય છે તેને કેવળજ્ઞાન થવું જોઈએ પણ એમ બનતું નથી. માટે શરીર સાધન નથી પણ અંતરસન્મુખ થવું તે સાધન છે. આત્મા પોતે પોતાના સ્વભાવને ચૂકીને જીવાદિ છ દ્રવ્યોને પોતારૂપ કરે છે તે બંધ છે. આવું બંધનું સ્વરૂપ જાણે તો પર્યાયબુદ્ધિ ટાળી સ્વભાવબુદ્ધિ કરે એને ધર્મ થાય છે.
સપ્ટેમ્બર, ૨૦૦૮ ]
આત્મધર્મ