________________
૧૨૭)
નથી. તે પોતાના આત્માનો અનાદર કરીને પર જીવને પોતાના માને છે તેથી તેને મિથ્યાત્વનું પાપ લાગે છે.
G) નિશ્ચયથી જ્ઞાન સ્વને જાણે છે ને એમાં પર જણાઈ જાય છે એટલે પરને જાણવું તે વ્યવહાર છે. છતાં પર શેયથી જ્ઞાન થાય છે એમ જે માને છે તે આત્માને પરરૂપ કરે છે. જે એમ માને છે કે શ્રોતા ઘણા હોય તો શાન વધારે ખીલે તે જીવ મૂઢ છે કેમ કે તે શ્રોતાના કારણે પોતાનું જ્ઞાન ખીલવવા માગે છે પણ અંતરના અવલંબને મારું જ્ઞાન ખીલે એમ તે માનતો નથી. વળી તે કહે છે કે પૈસા વગેરે તો દાનમાં દેવાથી ખૂટી જાય પણ જ્ઞાનદાન તો પરને દેવાથી વધે છે. જેમ જેમ બીજાની સાથે વધારે ચર્ચા કરીએ
તેમ તેમ જ્ઞાન વધે એમ તે પરથી જીવને પોતારૂપ કરે છે.
મારું શાન
ખીલે છે એમ
માને છે. તે પણ અન્ય
(૭) આ વિષય શાંતિથી વિચારવા જેવો છે. અનંતકાળથી પરનું કરી કરીને પરથી શાંતિ લેવા માગે છે પણ તે તો રાગ છે, તેનાથી આત્માની શાંતિ થાય એમ માને છે તે પોતાના સ્વભાવનો ખૂની છે, પરથી ત્રણકાળમાં લાભ થતો નથી. અજ્ઞાની કહે છે કે મેં તમોને ઉપદેશ આપ્યો તેનાથી તમોને જે લાભ થયો તેમાં મારો હિસ્સો છે અને તમો સમજ્યા તો અમને કાંઈક ભાતું આપો એટલે કે કાંઈક બાધા લ્યો તો અમોને લાભ થાય એમ મૂર્ખાઈ કરીને પરથી લાભ માને છે, તે પર જીવને અને પોતાના આત્માને એક કરે છે, આત્માની પૃથક્તાને તે જાણતો નથી. પર ચીજ હોય છે ખરી પણ જો તેના સામું જોવાથી જ્ઞાન પ્રગટે તે પોતા સામું જોવાનું રહેતું નથી. માટે જે વિધિ છે અને જે વસ્તુસ્થિતિ છે તે ખ્યાલમાં ન આવે તો લાભ થાય નહિ. વસ્તુસ્થિતિ ફરે એમ નથી માટે પ્રથમ વસ્તુસ્થિતિ ખ્યાલમાં લેવી જોઈએ. અહીં તો શાનને જ્ઞાનરૂપ કરવાની વાત છે. પોતા સિવાય અન્ય દેવ, ગુરુ કે સ્ત્રી, પુત્રાદિથી આત્માને લાભ થાય એમ માનનાર અન્ય જીવોને અને પોતાના આત્માને એક કરે છે. બન્ને પૃથક્ છે એને તે માનતો નથી માટે તે જીવ મિથ્યાર્દષ્ટિ છે.
જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે.
ભગવાનની પ્રતિમા અચેતન-જડ છે, પુદ્ગલ છે તેને જોવાથી મને જ્ઞાન થશે એમ જે માને છે તે જડને આત્મા માને છે. જ્ઞાની તે પ્રતિમાને પોતારૂપ કરતો નથી કેમ કે જ્ઞાનીને ચૈતન્ય સ્વભાવની દૃષ્ટિ છે. સ્વભાવષ્ટિ હોવા છતાં હજુ રાગ છે ત્યાં સુધી પ્રતિમાદિ ઉપર લક્ષ ગયા વગર રહે નહિ. પણ તે રાગ પ્રતિમાના કારણે થાય છે એમ સપ્ટેમ્બર, ૨૦૦૮ ]
આત્મધર્મ
[ ૫