________________
ક) જાણવામાં આવતા અધર્મદ્રવ્યના અધ્યવસાનથી
પોતાને અધર્મ દ્રવ્યરૂપ કરે છે. પુદ્ગલ અને ચેતન સ્વયં ગતિપૂર્વક સ્થિતિ કરે છે ત્યારે તેને નિમિત્ત એક અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે લોકાકાશ પ્રમાણ છે. તે અધર્માસ્તિકાયનો વિચાર કરતાં મારું જ્ઞાન ખીલે છે એમ માનનાર પોતાનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તે પોતાથી ખીલે છે એમ માનતો નથી, તે પોતાને અધર્માસ્તિકાયરૂપ કરે છે, તે જીવ મિથ્યાદૃષ્ટિ છે. અધર્મદ્રવ્ય અજીવ પદાર્થ છે છતાં તેનાથી આત્માનું જ્ઞાન ખીલે છે એમ માને છે તે જીવ અજીવને એકત્વ કરનારી અધ્યવસાન છે, તે જ બંધન છે, સંસાર છે.
6) જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી
તે પોતાને અન્ય જીવરૂપ કરે છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ ભગવાન છે એના તરફના વલણથી આત્માને જ્ઞાન પ્રગટ થશે અને ધર્મ થશે એમ માનનાર સર્વશદેવમાં એકત્વબુદ્ધિ કરે છે. જાણવામાં આવે છે કે આ સર્વશદેવ છે તે જ્ઞાનનું શેય છે, છતાં તેને જોયપણે ન રાખતાં તેના તરફનો રાગ કરું તો મને લાભ થશે એમ માનનાર સર્વશદેવને પોતારૂપ કરે છે. જ્ઞાનની મૂડી તો આત્મામાં છે તેને ભૂલીને જ્ઞાન સર્વજ્ઞથી ખીલે એમ જે માને છે તે સર્વશના આત્માને અને પોતાના આત્માને એક માને છે. સ્ત્રી, કુટુંબ આદિની શ્રદ્ધા તો છોડી હોય પણ સુવાદિની શ્રદ્ધા કરું તો તેનાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ જે માને છે તે મિથ્યાદૃષ્ટિ છે. તે સર્વશદેવ કે જે પોતાથી અન્ય જીવ છે તેને પોતારૂપ કરે છે તે અધ્યવસાન મિથ્યા છે. 0 જ્ઞાનમાં ગુરુ જણાતાં એનાથી મને લાભ થશે એમ માનનાર
અન્ય જીવને પોતારૂપ કરે છે. આત્માના જ્ઞાનમાં જણાય કે આ ગુરુ છે પણ તેને જાણતાં મારું જ્ઞાન એનાથી ખીલશે અને એની ઉપાસના કરવાથી મને લાભ થશે એમ જે માને છે તે સ્વસમ્મુખ થવાથી જ્ઞાન પ્રગટ થાય એમ માનતો નથી. દેવગુરુથી મારું કલ્યાણ થશે, તેનાથી મને લાભ થશે એમ માનનાર બહિર્મુખ દૃષ્ટિવાળો છે. દેવગુરુનું બહુમાન કરતાં મારું કલ્યાણ એનાથી થશે એમ માને છે પણ પોતાની ચેતન્ય શક્તિથી કલ્યાણ થશે એમ જે માનતો નથી તે અન્ય જીવને પોતારૂપ કરે છે.
સપ્ટેમ્બર, ૨૦૦૮ ]
આત્મધર્મ