________________
જી
હું છું એમ માનનારની દૃષ્ટિ શરીર ઉપર છે પણ આત્મા ઉપર નથી. પરની સાથેની એકત્વબુદ્ધિનો તેનો આ અધ્યવસાય મિથ્યાત્વને પામે છે. હું પુણ્યરૂપે ઉત્પન્ન થાઉં છું એ બંધપર્યાયમાં એકત્વબુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે, તે પર્યાયને આખો આત્મા માને છે, સ્વભાવને માનતો નથી. આત્મા પાપભાવરૂપે થનારો છે પણ જ્ઞાતાપણે રહેનારો છે એમ જે માનતો નથી તે પાપ વિકારમાં એકત્વબુદ્ધિ કરનાર મિથ્યાર્દષ્ટિ છે.
હું પુણ્ય–પાપરૂપે કે મનુષ્યાદિરૂપે છું એવો જેને આભાસા છે તેને હું ચૈતન્ય જ્ઞાતા ત્રિકાળ શુદ્ધ સ્વભાવી છું એવી ભાસ થતો નથી. આ દૃષ્ટિના વિષયની વાત છે. સવારમાં પ્રવચનસારમાં નયોની વાત ચાલે છે. એ જ્ઞાન પ્રધાનથી વાત છે. એમાં તો વિકારનો કરનાર આત્મા છે એમ કહ્યું છે અને અહીં તો કહે છે કે વિકારનો અંશ પણ આત્માનો નથી. એમ અહીં દૃષ્ટિનો વિષય વર્ણવ્યો છે. તેથી સવાર કરતાં જુદી વાત છે.
ધર્મદ્રવ્ય જ્ઞાનનું જ્ઞેય છે. તે જ્ઞેયના વિચારથી જ્ઞાન ખીલે છે એમ માનનાર ધર્મદ્રવ્યને પોતારૂપ કરે છે
હવે જ્ઞાનમાં આવતા ધર્માસ્તિકાયની વાત કરે છે. ચૌદ રાજલોક પ્રમાણે ધર્માસ્તિકાય નામનો એક પદાર્થ છે તે જ્ઞાનનું જ્ઞેય છે. તે જ્ઞેયનો વિચાર કરતાં જે વૃત્તિ ઊઠી તેનાથી મારા સ્વભાવને લાભ થશે અને તે પદાર્થથી મારો જ્ઞાનપ્રકાશ ખીલશે તે મિથ્યાબુદ્ધિ છે. ચૈતન્યનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ અનાદિનો છે તેને ભૂલીને ધર્માસ્તિકાય સંબંધીના શુભ વિકલ્પથી આત્માનું જ્ઞાન ખીલે છે એમ જે માને તે ધર્માસ્તિકાયને પોતારૂપ કરે છે. સ્વભાવની અરુચિ કરીને ધર્મદ્રવ્યની રુચિ કરી તે જ મિથ્યાત્વનું પાપ છે.
આત્માનો સ્વભાવ ધર્માસ્તિકાયને જાણવાનો છે, તેને બદલે તેનો વિકલ્પ ઉઠાવી લાભ માનવો તે જ મિથ્યા અધ્યવસાન છે. ધર્મદ્રવ્યને જૈન સિવાય અન્ય કોઈ માનતા નથી પણ અહીં તો ધર્મદ્રવ્યને માનીને તેનાથી લાભ માને છે .તેની વાત ચાલે છે. પોતાની સન્મુખતા છોડીને પરથી લાભ માને તે મિથ્યાર્દષ્ટિ છે. પોતે જ્ઞાતા ચૈતન્ય સ્વભાવી છે, તેનો જ્ઞાનસ્વભાવ આત્મામાં છે એને બદલે પરનો વિચાર કરવાથી પોતાને જ્ઞાનપ્રકાશ ખીલે એમ માનનાર મૂઢ છે. અહીં કોઈની હિંસા કરવાનો તો ભાવ કર્યો નથી પણ પરથી લાભ માનતાં પોતાની હિંસા તેને થઈ રહી છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે તે નિમિત્ત કે સંયોગના આશ્રયે પ્રગટ થતો નથી એમ ન જાણતાં ધર્માસ્તિકાયના વિચારથી પ્રગટ થાય એમ માનવું તે મિથ્યા અધ્યવસાન છે.
૨ ]
આત્મધર્મ
સપ્ટેમ્બર, ૨૦૦૮