________________
૧) સ્ત્રી કુટુંબાદિની અનુકૂળતા હોય તો ધર્મ થાય એમ માનનાર
અન્ય જીવને પોતારૂપ કરે છે. સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબીજનો મને અનૂકૂળ છે માટે મને ધર્મ થશે એ માન્યતા મૂઢ જીવની છે. તે જીવ પોતાની શાંતિ અને સ્વભાવ પરમાંથી આવશે એમ માને છે તેથી મિથ્યાદેષ્ટિ છે. તેણે ખરેખર આત્મધર્મને અનંતકાળથી એક ક્ષણ પણ સાંભળવાની દરકાર કરી નથી. મિથ્યાષ્ટિજીવ આ રીતે અન્ય જીવને પોતાનું સ્વરૂપ માની રહ્યો છે. જે પરથી લાભ માને છે તે પોતાથી લાભ થાય એમ માનતો નથી. બહાર અનુકૂળ સામગ્રી હોય તો ધર્મ થાય અને પ્રતિકૂળ હોય તો ધર્મ ન થાય તે પરને અને આત્માને એક માને છે તે જ સંસાર છે.
કુગુરુનો આશીર્વાદ મળે તો પછી ધર્મ થાય એમ માનનાર પર જીવને પોતારૂપ કરે છે. પર જીવ પોતામાં પ્રવેશ કરી શકતો નથી છતાં આ રીતે અનંત જીવોને તે પોતાના કરે છે. ભગવાને નિગોદના શરીરમાં અનંતા જીવો કહ્યા છે એવી કબૂલાત તો કરી પણ સર્વજ્ઞ અનંતા જીવો જોયા છે અને કહ્યા છે માટે અનંતા જીવો છે એમ નથી અને જીવો છે માટે જ્ઞાન છે એમ પણ નથી છતાં તે જીવો છે માટે મારું જ્ઞાન છે એમ અજ્ઞાની માને છે તે પર અનંતા જીવોને પોતારૂપ કરે છે. આત્માની સ્વ-પરપ્રકાશક શક્તિ છે તે પોતાથી પ્રગટ થાય છે તેને તે જાણતો નથી. અહીં અનંતા જીવો છે માટે તેની દયા પાળવી એ વાત કહેવી નથી પણ તે અનંતા જીવો છે તો જ્ઞાન છે એમ જે માને છે તે મિથ્યાષ્ટિ છે એમ કહેવું છે. શેયની અનંતતા વડે જ્ઞાનની અનંતતા છે એમ નથી પણ જ્ઞાનની અનંત શેયને જાણવાની શક્તિ છે છતાં જે જીવ શેયથી જ્ઞાન થાય એમ માને તે અન્ય જીવને
અને આત્માને એક કરે છે. (9) જેવું ોય હોય તે પ્રમાણે જ્ઞાન થાય છે છતાં ફોયથી જ્ઞાન છે એમ નથી.
ત્રાજવાના એક પલ્લામાં પાંચ મણ ચોખાની ગુણ હોય અને સામેના પલ્લામાં પાંચ મણ તોલા મૂક્યાં હોય. બંને સરખાં હોવા છતાં તોલાના કારણે માલ નથી અને માલના કારણે તોલા નથી. તેમ ણેય પ્રમાણે જ્ઞાન હોય છતાં જ્ઞયના કારણે જ્ઞાન થતું નથી. જો કોઈ જોયના કારણે જ્ઞાન માને તો તે મિથ્યાષ્ટિ છે. જે લોકો નિગોદના શરીરમાં અનંતા જીવો છે એમ માનતા નથી તેની તો અહીં વાત નથી પણ તે અનંતા જીવો છે માટે મને તે અનંતા જીવોનું જ્ઞાન થયું છે એટલે કે તેની અનંતતાથી મારી અનંતતા છે એમ જે | માને છે તે પોતાની અનંતતાને ચૂકે છે. મારો જ્ઞાનસ્વભાવ પરને લીધે નથી એમ તે માનતો
આત્મધર્મ
[ સપ્ટેમ્બર, ૨૦૦૮