________________
૧૨
૪
રાગ થાય તેને જાણે, પરને જાણે, ઇન્દ્રિયને જાણે પણ એવો જ્ઞાનનો સ્વભાવ છે.
કોઈને પોતાનું ન માને—
વિકાર કે પરને પોતાનું ન માને તેને દુઃખ ન જ હોય. ‘મારા જ્ઞાનને કોઈ પરાવલંબન નથી’—એવા સ્વાધીન સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરે તો તે સ્વભાવમાં શંકા કે દુઃખ ન જ હોય કેમકે જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે.
નિગોદથી માંડીને સર્વજીવોમાં કોઈપણ જીવ ઇન્દ્રિયથી જાણતા નથી. નિગોદનો જીવ કે જેને સૌથી ઓછું જ્ઞાન છે, તે પણ સ્પર્શઇન્દ્રિયથી જાણતો નથી પરંતુ પોતાના સામાન્યજ્ઞાનના પરિણમનથી થતા વિશેષજ્ઞાન વડે જાણે છે; પણ તે એમ માને છે કે ઇન્દ્રિયથી મને જ્ઞાન થયું!'
પણ, જ્યારે જીવને સામાન્યજ્ઞાનસ્વભાવના અવલંબને [—સામાન્ય તરફની એકાગ્રતાથી] વિશેષજ્ઞાન થાય છે, ત્યારે તે સમ્યકૃતિરૂપ થાય છે; તે મતિજ્ઞાનરૂપ અંશમાં, પરાવલંબન વગર નિરાવલંબી જ્ઞાનસ્વભાવની પૂર્ણતાની પ્રત્યક્ષતા આવી જાય છે.
O
નિમિત્ત અને રાગ તો ક્યાંય રહ્યા પણ એક સમયની શુદ્ધપર્યાય પણ હું અવિદ્યમાન અસત્યાર્થ અભૂતાર્થ હોવાથી જૂઠી છે. એકરૂપ ધ્રુવસ્વભાવ જ વિદ્યમાન છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એકરૂપ સ્વભાવમાં ગુણભેદ કે પર્યાયભેદ છે જ નહિ તેથી તે જૂઠા છે.
ક્ષાયિક સમ્યક્દર્શન પર્યાયનું પણ માહાત્મ્ય નથી. એકલા ત્રિકાળી સ્વભાવનું જ માહાત્મ્ય છે.
સજ્જનનો મહિમા દુશ્મન પાસે કરાવવામાં આવે તો એ દુશ્મન સજ્જનો મહિમા-વખાણ કરી કરીને કેટલા કરે? તેમ આત્મા-ચૈતન્યનો જડરૂપ વાણી મહિમા કરી કરીને કેટલો કરે?...ઝાડ ઉપર ને ડાળી ઉપર ચંદ્ર બતાવતાં ડાળી ઉપરથી પણ દૂર દૂર દૃષ્ટિ ચાલી જાય તો ચંદ્ર દેખે, તેમ ન્યાય-યુક્તિ આદિથી વસ્તુ બતાવતાં એનાથી પાર દૃષ્ટિ અંતરમાં અભેદ ચાલી જાય તો ! વસ્તુનો અપાર મહિમા અનુભવમાં આવે.
1
—પુરુષાર્થપ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી
આત્મધર્મ
[ સપ્ટેમ્બર, ૨૦૦૭