________________
કહ્યું છે તેનું આ વિવરણ ચાલે છે. ઇન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની અવસ્થાથી જાણે છે. જો “જ્ઞાન ઇન્દ્રિયથી જાણે છે એમ માનવામાં આવે, તો જ્ઞાનનો વિશેષસ્વભાવ કામ નથી કરતો” એમ થાય; અને વિશેષ વગર સામાન્યજ્ઞાનનો જ અભાવ આવે. માટે જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. અધરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે. ત્યારે અનુકૂળ ઇન્દ્રિયો હાજરરૂપ છે; પણ તે ઇન્દ્રિયના અવલંબને જ્ઞાન જાણતું નથી–આમ સમજવું તે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન છે પણ “જ્ઞાન ઇન્દ્રિયથી જાણે”—એમ માને તો તે જ્ઞાન ખોટું છે. કેમકે તે માન્યતામાં નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય છે.
શ્રી આચાર્યદેવ શિષ્યને પૂછે છે કે જો જીવે ઇન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્યજ્ઞાને શું કાર્ય કર્યું? તેનો તે વખતે અભાવ થયો?
શિષ્ય ઉત્તરમાં કહ્યું કે ભલે જ્ઞાનવિશેષ ન હોય, તોપણ જ્ઞાન સામાન્ય તો ત્રિકાળ રહેશે અને જાણવાનું કામ ઇન્દ્રિયોથી થશે. આમ થવાથી જ્ઞાનનો નાશ નહિ થાય અર્થાત્ અભાવ નહિ થાય.
શ્રી આચાર્યદેવનો ઉત્તર ઃ વિશેષ [-પર્યાય] વિનાનું સામાન્ય [-દ્રવ્ય) તો સસલાના શીંગ સમાન [અભાવરૂપ] છે. વિશેષ વગર સામાન્ય ન હોઈ શકે. માટે, વિશેષ વગરનું સામાન્યજ્ઞાન માનવાથી સામાન્યનો નાશ થાય–અભાવ થાય છે. માટે, “વિશેષજ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય છે–એમ માનવામાં આવે તો જ સામાન્યજ્ઞાનની અસ્તિ રહે છે.
જ્ઞાનસ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન રહિત છે તથા વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાનમાંથી જ આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવી તે જ ધર્મ છે.
જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન કાર્ય ક્યાં ગયું? ઇન્દ્રિયની હાજ વખતે જો જ્ઞાન ઇન્દ્રિયના કારણે જાણતું હોય, તો તે વખતે સામાન્યજ્ઞાન વિશેષ વગરનું [એટલે કે પર્યાય વગરનું થયું. વિશેષ વગર તો સામાન્ય હોય જ નહિ. જ્યાં સામાન્ય હોય, ત્યાં તેનું વિશેષ હોય જ.
હવે, તે વિશેષ સામાન્યજ્ઞાનથી થાય છે કે નિમિત્તથી થાય છે? વિશેષજ્ઞાન નિમિત્તને લઈને થયું નથી પણ સામાન્યસ્વભાવથી થયું છે. વિશેષનું કારણ સામાન્ય છે, નિમિત્તે તેનું કારણ નથી. કેમકે જો તે કાર્ય નિમિત્તનું અંશે કે પૂર્ણપણે હોય તો નિમિત્ત જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યરૂપ જ્ઞાન થઈ જાય.
૨ ]
આત્મધર્મ
[ સપ્ટેમ્બર, ૨૦૦૭