________________
૧.
વળી પરમાર્થથી વિચારીએ તો..જે જ્ઞાન યાકાર દ્વારા જાણવામાં આવતું હતું તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન તો એનું એ જ છે. શેયાકારમાં જે જ્ઞાન રોકાતું હતું, તે જ્ઞાન આ બાજુ જોતાં, તે જ જ્ઞાન પરથી જુદું પડી જાય છે. જે શેયાકારથી જ્ઞાન જાણવામાં આવતું, તે જ જ્ઞાન જ્ઞાનાકારથી જાણવામાં આવે તો, જ્ઞાન તો તે જ છે. સંયોગી ચીજથી લક્ષ છોડી અને અંદરમાં દયા, દાન કે વ્રત, ભક્તિ, કામ, ક્રોધ તેનું પણ લક્ષ છોડી, એક સમયની વર્તમાન જ્ઞાનની પર્યાયને ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ ઝુકાવતાં, પર્યાયમાં સામાન્ય જ્ઞાન એટલે કે પર શેયના આકારનો મિશ્ર ભાવ ન આવતાં, એકલો જ્ઞાનનો ભાવ આવે, એને અહીંયા સામાન્ય જ્ઞાન કહે છે. આવું, જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આત્મા ચૈતન્યસ્વરૂપદ્રવ્ય છે, તેના તરફનો અનુભવ કરતાં પર્યાયમાં સામાન્યપણું એટલે શેયોના આકારના ભેદથી ખંડ થાય છે, તે ખંડ નથતાં, જ્ઞાનાકારનો જ્ઞાન રસ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય, તેને જ્ઞાનનો અનુભવ, તેને જૈન શાસન, તેને સમકિત અને સમ્યજ્ઞાન કહે છે. સામાન્ય જ્ઞાનનો અનુભવ આવવો એનું નામ જૈન શાસન, જેન ધર્મ, અનુભૂતિ અને મોક્ષમાર્ગની શરૂઆત ત્યાંથી થાય છે. ત્રિકાળી ભગવાન છે, અબદ્ધસ્પષ્ટ જે પાંચભાવસ્વરૂપ કહ્યો, એનું લક્ષ થતાં તે સામાન્ય પ્રગટ્ય એમ કહેવામાં આવે છે. અનુભવમાં આવ્યું એટલે પ્રગટ્ય એમ કહેવામાં આવ્યું અને તે અનુભવમાં આવતાં જ્ઞાનની પર્યાયમાં પર શેય આકાર થઈને (જ્ઞાન) પરાધીન થઈને રોકાઈ જતું એ જોયાકાર ત્યાં નાશ થઈ ગયું. જ્ઞાનાકાર જ્ઞાન થતાં શેયાકારનો નાશ થઈ ગયો. તે શુદ્ધનય છે. આ શુદ્ધનય એ આત્માનુભૂતિ છે. અને આત્માનુભૂતિ એ જ જેન શાસન છે. વર્તમાન જ્ઞાનની નિર્મળ પર્યાયમાં શુદ્ધ આત્મા જણાયો એ આત્માનુભૂતિ છે. અને જેના દર્શન એટલે આત્માનુભૂતિ!