________________
૧૧૪)
૨૦,
જ્ઞાયકને જ્ઞાન અભિન્ન છે. જ્ઞાચકને રાગ સર્વથા ભિન્ન છે. અંતર્મુખ થઈને આત્માના દર્શન કેમ થાય એની આ વાત છે. સાધકને બેય જોયનું જ્ઞાન થાય છે એક સાથે. એક સ્વય અને બીજું પરશેય. જેમ જ્ઞાનના બે ભેદ પડે છે તેમ ચારિત્રના બે ભેદ પડી જાય છે. બે ધારા. કર્મ ધારા અને જ્ઞાનધારા એમ શેયના બે ભેદ પડી જાય છે. પરાશ્રિત પરિણામ એ પરણેયને જાણે છે, સ્વાશ્રિત આત્મામાં અભેદ થતાં પ્રગટ થાય છે. પછી એક ય ઘટતું જાય છે અને બીજું ય વધતું જાય છે-ઘટતાં ઘટતાં આ પૂર્ણ થઈ જાય છે અને ધ્યેયપૂર્વક
ય થઈ ગયું એમ કહેવામાં આવે છે. આવી સમજણની વાત જરા વિચારવા જેવી છેસમજાઈ જશે તો કલ્યાણ થઈ જશે. પ્રતિભાસ (વિશેષ ચિંતવન) પ્રતિભાસ એટલે વિશેષ ઉપયોગ-સામાન્ય ઉપયોગ નહીં. જેવા જોયો હોય એવા શેયોનું જ્ઞાનાકારે જણાવું એને પ્રતિભાસ કહે છે. આ પ્રતિભાસ છે એ જાણ નક્રિયારૂપે જ છે. એ અખંડ પ્રતિભાસરૂપ એક જ પર્યાય છે. એમાં બે ભેદ નથી. પ્રતિભાસવું એ જ્ઞાનની પર્યાયમાં છે અને પ્રતિભાસમય જે છે એ ત્રિકાળ છે. ' એ ય જેવા આકારો પોતાના જ્ઞાન વડે જણાય છે ત્યારે એ પોતાની શક્તિથી, પોતાના સામર્થ્યથી, પોતાની સ્વ-પર પ્રકાશક શક્તિથી જણાય છે અને પ્રતિભાસ કહેવાય છે. પ્રતિભાસ તો દરેક સમયે રહેવાનો જ છે. નિગોદથી લઈને કેવળજ્ઞાન સુધી પ્રતિભાસ તો જ્ઞાનમાં રહેશે જ. પ્રતિભાસ છે તે જ્ઞાન છે અને જ્ઞાન તે હું છું (જ્ઞાયક છું), તો પ્રતિભાસરૂપ જ્ઞાન નિશ્ચય થઈ ગયો. શેયાકાર જેવા આકારો જણાય છે એને ગૌણ કર્યા તો વ્યવહાર થઈ ગયો. જ્ઞાન જ્ઞાનની મર્યાદામાં રહેતું નથી, એટલે જેવું એનું ખરેખર જણાવવું થઈ રહ્યું છે એ જાણવાને એ ગૌણ કરે છે, જેવું પોતાનું સ્વરૂપ છે, જેવી વ્યવસ્થા છે એને ન જાણતાં, પ્રતિભાસને જોઈને ભ્રાંતિ કરે છે. આવી ભ્રાંતિ મિથ્યાત્વ છે.-જે અનંત સંસારનું કારણ
૫.
જાણવાની વ્યવસ્થામાં જો એટલું સમજાય કે જ્ઞાયક અને જ્ઞાન એવો ભેદ જ્ઞાયકમાં નથી, જ્ઞાયક અને જાણવું એવો ભેદ શેયમાં નથી તો આખી વાત સ્પષ્ટપણે સમજાતાં એ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરતો જ પરિણમે છે. પોતાના જ્ઞાન પરિણામની અંદર જ્ઞાયક સમજાવો જોઈએ. સ્વભાવના પ્રતિભાસને મુખ્ય કરે અને પર્યાયમાં થતાં પરનાં પ્રતિભાસને ગણ કરે તો એ જ્ઞાનનું એકાંત થઈ જાય-એને જાણવાની પ્રક્રિયામાં જ્ઞાયક જ જણાય છે. કેવળજ્ઞાનમાં બધા પ્રતિભાસો ગૌણ થઈ જાય છે, આખું લોકાલોક પર્યાયમાં પ્રકાશે છે. પણ ગૌણ પણ જણાય છે અને એક માત્ર જ્ઞાન એટલે હું જ છું” એટલું રહી જાય છે. આ ધ્યેયપૂર્વક ય થઈ ગયું.
- “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ” બોલ ને ૨૫૦