________________
૧૨.
એની પ્રગટ થતી પર્યાયમાં એનો પ્રતિભાસ દેખીને જ્ઞાન એને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. ભેદની સન્મુખ જ્ઞાન એક સમય માત્ર પણ નહીં થાય. કોઈ કાળે આત્માનું જ્ઞાન પરસનુખ તો થતું જ નથી, તારી બુદ્ધિ બગડી જશે તો પણ પરની સન્મુખ, જ્ઞાન આત્માને છોડીને પરની સન્મુખ થઈને પરને જાણે એ આત્માનો સ્વભાવ નથી. એ તો અજ્ઞાન થઈ જશે. ઇન્ડિયજ્ઞાન થશે. પર સન્મુખ થાય એ તો ઇન્ડિયજ્ઞાન હોય. આત્મજ્ઞાન પર સન્મુખ ન થાય ભાઈ! આત્માનું જ્ઞાન તો નિરંતર પોતાને આત્માને જાણવાનું છોડતું નથી એનું નામ સમ્યફજ્ઞાન છે. હવે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો એના બે પ્રકાર કહ્યા, પ્રતિભાસની અપેક્ષાએ, એ જાણે છે તો જ્ઞાન જ્ઞાનને, શેયના પ્રતિભાસ વખતે જ્ઞાન જાણે છે તો જ્ઞાનને, પણ એનું નિમિત્ત દેખીને એ એને જાણે છે એવો ઉપચાર કરવામાં આવે છે એમાં કાંઈ વાંધો નથી. ઉપચારનું કથન છે. બે પ્રકારના અસદ્દભૂત વ્યવહાર અને બે પ્રકારના સભૂત વ્યવહાર. બે પ્રકારના સદ્દભૂત વ્યવહાર શું છે? ૧) પોતાના આત્માને જાણતાં જાણતા પરને જાણે છે એ હેતવશ, છે તો એ જ્ઞાન નિર્વિકલ્પ, નિરાલંબી છે છતાં પણ બીજાનું અવલંબન લઈ બીજાને સમજાવે છે જ્ઞાન કોને કહેવાય? કે સ્વ-પરને જાણે તે જ્ઞાન કહેવાય. આ ઉપચરીત સભૂત વ્યવહાર કહેવાય છે. ૨) હવે ઉપચારને મૂકીને જ્ઞાન આત્મામાં આવે છે. આત્મા આત્માને જાણે છે એમાં ય સાધ્યની સિધ્ધિ થતી નથી. આત્મા આત્માને જાણે છે એ અનઉપચરીત સદ્દભૂત વ્યવહાર છે. પરને જાણે છે એ ઉપચારને કાઢી નાખ્યો. આત્મા આત્માને જાણે છે એવા ભેદરૂપ સ્વસ્વામી અંશના સંબંધમાં ભેદથી કોઈ સાધ્યની સિદ્ધિ નહીં થાય. જ્ઞાયક તો જ્ઞાયક જ છે-ત્યાં આવી જા. ભેદ નીકળી જશે. ભેદના લક્ષે જે વિકલ્પ ઊઠે છે અથવા ભેદના લક્ષે ઈન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો હતોઆત્માને છોડે છે ત્યારે ઇન્ડિયજ્ઞાન ઊભું થાય છે. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી-એ તો શેય છે. જગત આખું એને જ્ઞાન માને છે. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નથી. બાર અંગનો ઉઘાડ એ ઇન્ડિયજ્ઞાન છે એ દ્રવ્યશ્રુતજ્ઞાન છે. ભાવયુત તો એને કહીએ જે આત્મા સાથએ અભેદ હોય. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત સાચી છે-એનાથી આગળ વધીને આત્મા આત્માને જાણે છે એ પણ વ્યવહાર છે એ પણ અભૂતાર્થ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે એમાં સાધ્યની સિધ્ધિ છે. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. ત્રણે કાળ અર્થાત જ્ઞાન સ્વ-પર પદાર્થને વિષય કરે છે. એટલો બે નો પ્રતિભાસ થાય છે. બેયના પ્રતિભાસમાં આવીશું તો જ્ઞાનમાં આવી જશું અને સ્વ-પર બેયને જાણે છે એમ લેવાથી શેય સન્મુખ થઈ જશે. સ્વ-પર પ્રકાશમાં દોષ ઉત્પન્ન થશે. અને સ્વ-પરના પ્રતિભાસમાં અપેક્ષિત ગુણ પ્રગટ થશે અને નિરપેક્ષ અનુભવ થઈ જશે. બેય વાત આગમમાં છે. સ્વ-પર પ્રકાશક આગમમાં છે અને સ્વપરનો પ્રતિભાસ પણ આગમમાં છે. બસ એનો ભેદ સમજવાની જરૂર છે.
જી
૧૫.
૧૬.