________________
c).
6
કે
તું જ્ઞાયક જ છો. એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ શાયકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરું..કરું પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું..કરું..કરીને કાંઈક નવીન કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય પર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. પરનું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય
કરતાં દશા જ પલટી જાય છે. d) જ્ઞાન તેને જ કહેવાય જેનાથી આકુળતા મટે!
વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વિના મુક્તિ નથી. છે આત્માનુભૂતિ એ જૈન શાસન છે. g) પુણ્ય-પાપના ભાવોનો સ્વામી પુદગલ છે.
શુધ્ધ ચૈતન્યનો અનુભવ સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. એકલો પુરુષાર્થ જ કરું એમ નહીં એની સાથે આત્માની સ્વભાવની બધી શક્તિઓની પ્રતીતિ આવવી જોઈએ, એમ લેવું. અનંતગુણનો પિંડ પ્રભુ છે એને અનંતગુણોની પર્યાયને અંદરવાળીને જાણવો.
જ્ઞાનનું કાર્ય જુઓ! એક વાત એવી છે કે, આ ત્રિકાળ જ્ઞાન છે ને, તેની વર્તમાન પર્યાય છે ને - અવસ્થા ! દરેક સમયે.. એમાં આ જે (પર) જણાય છે, એમ જણાતું નથી, જ્ઞાનની પર્યાય જણાય છે, કારણ કે જ્ઞાનની પર્યાય અહીં જ્ઞાનમાં છે અને જે જોયો જણાય છે તે જુદાં છે. તેથી તે શેયોનું જે જ્ઞાન થાય છે એ ખરેખર તો) જ્ઞાનનું જ્ઞાન થાય છે. શું કીધું છે? જે આ કપડાં ને લૂગડાં ને દાગીના ને ઠીકણાં ને ફીકણાં ને બાયડી ને છોકરાં ને... એનું જે આમ જ્ઞાન થાય છે, તે જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં પોતાથી પોતાનું થાય છે, એનું નહિ. એના સંબંધીનું જ્ઞાન પોતાને, પોતાથી, પોતા વડે, પોતામાં થાય છે, પણ અજ્ઞાનીને એમ લાગે છે કે, એ વસ્તુ છે તેથી મને જ્ઞાન થાય છે. પણ એ વસ્તુમાં આ જ્ઞાન ક્યાં છે? અને એ વસ્તુનું જ્ઞાન ક્યાં છે? આહા! પર વસ્તુમાં આ જ્ઞાન નથી, છતાં એને એમ લાગે છે કે, “આ પર વસ્તુ દેખું છું ને તેથી જ તે જણાય છે, તેથી મને જ્ઞાન થાય છે. આ માન્યતા જૂઠી છે. ગોળ છે (તેને) જાણું છું માટે ગોળને લઈને ગળપણનું જ્ઞાન થાય છે ” પણ અહીં પર્યાયમાં ગળપણનું જે જ્ઞાન (થયું, તે) ગોળની અપેક્ષા વિના થયું છે. પોતાને કારણે થવાનો (જ્ઞાનનો) સ્વભાવ છે તેને અજ્ઞાની ભૂલી જાય છે અને એમ માને છે પરનું જ્ઞાન પરથી થાય છે. આ વર્તમાન જ્ઞાનની પર્યાયની તે સમયે જેટલી જાણવાની યોગ્યતા છે તે પ્રમાણે જ્ઞાનની પર્યાયનો જ્ઞાનાકાર થાય છે અને એ જ્ઞાનની પર્યાય ખરેખર પોતાને જાણી રહી છે-તે વખતે નિમિત્ત તરીકે એવો જ શેયનો શેયાકાર હોય છે. આ જ્ઞાન સ્વભાવની આવી અદ્દભૂત વ્યવસ્થા છે. જે જાણે તે જ્ઞાની છે.
૩.