________________
તે કાળે તે પરરૂપ થતો નથી. જ્ઞાનની પર્યાય પોતાને પ્રકાશે છે કે પરને પ્રકાશે કે રાગને પ્રકાશે પણ તે તો જ્ઞાનની પર્યાયપણે રહીને જ સર્વને પોતાના સ્વભાવથી પ્રકાશે છે.
પરકે રાગના કારણે તે તેને પ્રકાશે છે-એમ નથી. ૪૬. જ્ઞાનની પર્યાયમાં સ્વને જાણ્યો એવી જ જ્ઞાનની પર્યાયમાં પરને પણ જાણ્યાં તે
જ્ઞાનપર્યાય પરથી થઈ નથી, પોતાથી થઈ છે એટલે ખરેખર તો તો તેણે પોતાની પર્યાયને જ જાણી છે કારણે કે તે પર્યાયમાં શેયો આવ્યા નથી. દીવાના પ્રકાશમાં ઘટપટ પ્રકાશે છે તે ઘટ-પટ કાંઈ દીવાના પ્રકાશમાં આવી જતાં નથી, તેમ જોયો જ્ઞાનમાં આવી જતાં નથી. ચૈતન્યચંદ્ર ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ જ્યાં પોતાની અલ્પા પર્યાયમાં સર્વાપણાનું જ્ઞાન થયું તે સ્વનું જ્ઞાન અને તે જ જ્ઞાન પરને અને રાગ થાય તેને જાણે છે તે બધું જ્ઞાન પોતાનું જ છે. જ્ઞાનમાં કોઈ પરદ્રવ્ય કે રાગનો પ્રવેશ નથી અને જ્ઞાનની પર્યાય પર કે રાગના કારણે થતી નથી. સ્વ અને પર એમ બે શેય છે તેને
જાણવાકાળે જ્ઞાન પોતે પોતાથી પરિણમે છે-એ અહીં સિધ્ધ કરવું છે. ૪૭. “આત્મા પરદ્રવ્યને જાણે છે” એ વ્યવહાર કથન છે, “આત્મા પોતાને જાણે છે”, એમ
કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. “જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે. આત્મ ચાલે, બોલે, પરને મદદ કરે. પરથી મદદ લે એ વસ્તુ સ્વરૂપમાં નથી. જ્ઞાન છે એમ બંધને તો શું પણ મોક્ષને પણ કરતું નથી! આહાહા...! બંધને ભલે ન કરે પણ મોક્ષ-પૂર્ણ દશાને તો કરે ને? તો કહે છે કે “ના” તે કાળે તો પર્યાય થાય જ છે તેને કરે શું? ન હોય તેને કરવાનું હોય. જેની સ્થિતિ ન હોય તેને કરે તો કાંઈક કર્યું કહેવાય, પણ જાણનાર જ્ઞાની “મોક્ષની પર્યાય છે એમ જાણે છે અને જાણે બસ! મોક્ષની પર્યાયને પણ જ્ઞાન-આત્મા કરે નહીં કેમ કે તેનામાં એક “ભાવ” નામનો ગુણ છે. એ ભાવ ગુણને લઈને દૃષ્ટિ જે દ્રવ્ય ઊપર પડી અને દ્રવ્યનો સ્વીકાર થયો ત્યાં જે બંધ છે. તેનો પણ કર્તા નથી રહેતો. તે ગુણસ્થાને તેના પ્રમાણમાં કર્મનો ઉદય આવે અને ઉદીરણા થાય એને પણ કરતો નથી. આ છેલ્લી હદ છે. ખૂબ જ ખેંચી ને કહીએ તો જાણે-દેખ એમ કહીએ પણ ખરેખર તો પરનું જાણવું-દેખવું એ પણ વ્યવહાર છે. પરને જાણે એ પણ વ્યવહાર છે. પોતે પોતાને જ જાણે છે તે નિશ્ચય છે.
સમયસાર ગાથા ૩૨૦-સાર ૪૯. પર્યાય એમ જાણે છે કે “સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર
શુધ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, પર તો નહીં, રાગ પણ નહીં અને પર્યાય પણ નહીં. પર્યાય-તે પર્યાય તે હું પર્યાય છું.” એમ નથી માનતી. વ) “પોતાના સ્વભાવનો મહિમા મૂકીને પારદ્રવ્ય કે પરભાવમાં ક્યાંય પણ જરાય
માહાભ્ય આવશે ત્યાં સુધી માહાભ્યવાળો નિજ આત્મા હાથ નહિ આવે.” ભાઈ! જેમ સર્વજ્ઞ જાણે છે તેમ આત્મા પણ માત્ર જાણે છે. જે જે સમયે જે જે થાય તેને તે તે સમયે તે જ પ્રકારે જ્ઞાન પોતાથી જાણે છે. ત્યાં રાગથી કાર્ય થાય એમ રહેતું નથી અને આડું અવળું થઈ શકે એ વાત પણ રહેતી નથી અને વ્યવહારથી નિશ્ચય થાય તે વાત પણ રહેતી નથી.
g