________________
૧૦૭)
કહેવાય છે. અગ્નિ બળવા યોગ્ય પદાર્થને આકારે થાય છે તે બળવા યોગ્ય પદાર્થના કારણે થઈ નથી. અગ્નિ પોતે જ પોતાના સ્વભાવથી તે આકારે થઈ છે. તેમાં તેને પર પદાર્થની પરાધીનતા નથી. તેવી રીતે શેયાકાર થવાથી તે ભાવને “જ્ઞાયકપણું” પ્રસિધ્ધ છે તો પણ શેયત અશુધ્ધતા તેને નથી. શેયાકાર થાય છે તે જ્ઞાનાકાર પોતાનો છે. જે જ્ઞાયક છે તે પોતાને જાણે છે અને બીજી ચીજને પણ જાણે છે માટે તે જ્ઞાયકપણે પ્રસિધ્ધ છે, તે જ્ઞાયકપણું તેના પોતાના સ્વભાવથી જ છે, પરથી નથી. જણાવાયોગ્ય પદાર્થના કારણે જાણનારનું જ્ઞાન નથી. સ્વનું જ્ઞાન તો પોતાથી થાય છે પણ પરનું જ્ઞાન પણ પોતાથી થાય છે. રાગ થાય છે તે સંબંધીનું જ્ઞાન પણ પોતાથી થાય છે, રાગને કારણે નહિ. સ્વના પ્રકાશપણાની શક્તિના કારણે જ્ઞાન સર્વેને પ્રકાશે છે તેથી શેયને જાણતાં જ્ઞાનમાં અશુધ્ધતા કે
પરાધીનતા થઈ છે-એમ નથી. ૩૬. રાગનું જ્ઞાન થાય છે તેને રાગનું કહેવું એ વ્યવહાર છે કારણ કે જ્ઞાન તો પોતાનું છે, જ્ઞાન
કાંઈ રાગનું થઈ ગયું નથી. રાગને જાણવાથી જ્ઞાનમાં કાંઈ અશુધ્ધિ આવી જતી નથી. સ્વને જાણનાર જ્ઞાન અને પરને જાણનાર જ્ઞાન એ જ્ઞાયકનું સ્વ-પર પ્રકાશન જ્ઞાન છે તે
કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. ૩૭. જ્યારે જ્ઞાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો અને “જાણનાર છે માટે
તેણે પરને પણ જાણ્યા-એમ કહેવાય. પણ ખરેખર તો પર છે તેને જીવે જાણ્યા-એમ નથી. રાગાદ્ધિ થાય છે તેને જાણે છે પણ તે રાગના કારણે નહિ. જ્ઞાનની પર્યાયનું સ્વ-પર પ્રકાશક સામર્થ્ય જ એવું છે કે તે પોતાથી જ બધાને પ્રકાશે છે. જ્ઞાયક જ્ઞાયકને તો જાણે
છે અને પર્યાયને પણ જાણે છે તેમાં પર સંબધીનું જ્ઞાન પોતાથી પોતામાં થઈ જાય છે. ૩૮. “જાણનારો” કહેતાં એ પરને જાણે છે એમ થાય છે પણ તે જ્ઞાન પરને લઈને પરના આકારે
થતું નથી. તેમ જ રાગનું જ્ઞાન થાય છે તે પણ રાગના કારણે થતું નથી. રાગ માત્ર
જાણેલો પ્રયોજવાન છે. ૩૯. પ્રશ્ન તો ઊઠે તેવો છે કે જાણનાર છે તે સ્વ-પર પ્રકાશક છે માટે પરને જાણતાં તેનું જ્ઞાન
પરના આકારે થાય છે તો એટલી તો જ્ઞાનમાં અશુધ્ધતા આવી ને? ઉત્તર આમ છે કે “ના”. પરને જાણતી જ્ઞાનની પર્યાય કે રાગને જાણતી જ્ઞાનપર્યાયને અમે પરથી કે રાગથી તે પર્યાય થઈ છે એમ જાણતાં નથી. તે જ્ઞાનપર્યાય પરની કે રાગની નથી. દ્રવ્ય સ્વભાવનું સામર્થ્ય તો મહાન છે પણ તેની પર્યાય પણ પોતાના સામર્થ્યથી થયેલ છે તેમાં તેને પરની કે રાગની અપેક્ષા નથી. સ્વને જાણતાં કે પરને જાણતાં મારી જ્ઞાનપર્યાય મારા પોતાથી થઈ છે એમ અમે જાણીએ છીએ. શેયાકાર અવસ્થામાં પણ સાયકપણે જણાય
છે. પરની પર્યાયપણે જણાતો નથી. ૪૦. સામે પુસ્તક છે ને! શેયાકાર અવસ્થામાં પણ તે જ્ઞાયકપણે જણાય છે એમ કહ્યું છે.
યકૃત અશુધ્ધતા જ્ઞાનમાં આવતી નથી એટલે કે જેવું જેવું શેયનું-રાગનું પરિણમન થાય એવું એવું જ્ઞાન જાણવાપણે પરિણમે છે પણ જ્ઞાનને તે શેયની પરાધીનતા નથી.