________________
૧૦૫
પોતાના જ્ઞાનનું અસ્તિત્વ છે. પોતાના જ્ઞાનની પર્યાય જ એવડી મોટી છે તેને પોતે જાણે
૨૪.
૨૩. શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા એટલે જ્ઞાનમાં કાંઈ આવી જતું નથી પણ
બતાવે છે કે જ્ઞાનનો આકાર એવો થાય છે કે જેવી પર ચીજ છે એવા જ્ઞાનરૂપે પરિણમવાનું પર્યાયનું અસ્તિત્ત્વ પોતાના સ્વભાવથી પોતાના કારણે થાય છે. કેટલી સૂક્ષમતા અને કેટલી વાસ્તવિકતા? અને કેટલી અસ્તિત્વની મહત્તા! અનંત શક્તિમાંથી એકરૂપ વસ્તુને લાવ્યા. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારમાંથી એકમાં લાવ્યા. ત્રણ ભેદમાંથી એક અભેદમાં લાવ્યા, કે જાણનારો પણ છે, જ્ઞાન વડે જાણું પણ હું અને જણાય તે પણ હું, ત્રણેયમાં હું નો હું છું. જ્ઞાન–ોય અને જ્ઞાતા ત્રણમાં કોઈ બીજી ચીજ નથી. એક પોતે જ છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવજ્ઞાન, રોય અને જ્ઞાતા-એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય-વિશેષરૂપ વસ્તુ છે. સામાન્ય એટલે ધ્રુવ અને જાણવાની પર્યાય એ વિશેષ-એ બધું પોતે છે. આવો જ્ઞાનમાત્ર જ્ઞાયકભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે.
વસ્તુ સ્વરૂપની મર્યાદા ૨૫. વસ્તુની મર્યાદા-હદ એટલી છે કે જ્ઞાન દ્વારા જ્ઞાન જ્ઞાનને જ જાણે છે એટલે કે હું તે જ્ઞાન,
મારા દ્વારા એટલે કે જ્ઞાન દ્વારા મને જ એટલે જ્ઞાનને જ જાણું છું. ૨૬. શ્રોતાઃ સ્વની પર્યાયને જ જાણે છે તો આ રાગ-દ્વેષ કેમ થાય છે?
સમાધાન - રાગ-દ્વેષ છે જ ક્યાં? રાગ-દ્વેષ છે જ નહીં-એમ કહે છે. પોતાની પર્યાયને જાણે એમાં રાગ-દ્વેષ કરવાનું રહેતું જ નથી અને રાગ-દ્વેષ છે જ નહી એમ કહે છે. જુઓ,
આ સર્વશે કહેલું વીતરાગી તત્વો ૨૭. એક સમયની જ્ઞાનની પર્યાય છ દ્રવ્યને જાણવાપણે પરિણમી એ એને જાણવાપણે
પરિણમી નથી પણ પોતાની પર્યાય એટલી મોટી છે તે જાણવાપણે પરીણમે છે. શેયાના આકારની ઝલક...” એ ઝલક એટલે કાંઈ તે પર્યાયમાં ઘુસી જતા નથી. જ્ઞાનનો પર્યાય જ સાકાર એવો થાય છે કે જેની પર ચીજ છે એ પણે પરિણમવાની પોતાની પર્યાયનું અસ્તિત્વ પોતાના સ્વભાવથી પોતાના અસ્તિત્વમાં પોતાના કારણે
થાય છે. ૨૮. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. વસ્તુસ્થિતિની હદ-મર્યાદા આવડી છે. ભગવાન
આત્મા પોતે જ પોતાથી જણાવા યોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી, પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ રીતે એક જ છે. શેય પણ પોતે, જ્ઞાન દ્વારા જાણે પણ પોતે અને જ્ઞાતા પણ પોતે. આમ જ્ઞાન-ય-જ્ઞાતા
એક જ છે. ૨૯. વસ્તુનું હોવાપણું પરને લઈને નથી. એ જ્ઞાનની પર્યાય પોતે શેયપણે પરિણમી છે-એ
અસ્તિત્વ પોતાને લઈને પોતાનું છે, એને બદલે પરને કારણે પોતાનું અસ્તિત્વ માનવું એ મિથ્યાત્વ છે. આમ, જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન-ય-જ્ઞાતા એમ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષરૂપ વસ્તુ છે. આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું એમ અનુભવી જીવ અનુભવે છે.