________________
૧૧.
૧૨.
૧૩.
૧૪.
જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સ્વને જાણવાનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ વડે મોંહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યપણે પરિણમે છે, ત્યાં મોહ સમૂળ નાશ પામે છે માટે જ્ઞાનથી જ આત્માની સિધ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિધ્ધિનું સાધન નથી. છ દ્રવ્ય જણાય છે- એમ નહીં, છ દ્રવ્ય સંબંધી જ્ઞાનની પર્યાય પોતાને જણાય છે. જ્ઞાનની પર્યાય છ દ્રવ્યને જાણવાપણે થઈ તેમાં પરજ્ઞેય જણાયા? ના. છ દ્રવ્યને જાણવાપણે પોતાની પર્યાય પરિણમી છે તેને જ્ઞાન જાણે છે. પરને કરવાનું તો રહ્યું નહીં, પરથી પોતામાં કાંઈ થવાપણું રહ્યું નહીં અને પરને જાણવાનું પણ રહ્યું નહીં! આત્મા પરને કરે કે રાગને કરે એવું સ્વરૂપ છે જ નહીં! પણ પરને જાણે છે એવું પણ એનામાં નથી.
૧૫.
(903)
૧૬.
છે. એક સમયની જ્ઞાનની વર્તમાન પર્યાય પર રૂપે ન થતાં-તેમાં તન્મય ન થતાં પોતાની પર્યાયરૂપે પોતાની પર્યાયમાં તન્મય થાય છે માટે પોતાને જ જાણે છે.
જ્ઞાની હો કે અજ્ઞાની પોતાના જ્ઞાનની વર્તમાન પર્યાયમાં પરને તન્મય થઈને જાણતા નથી, ૫૨ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં તન્મય થઈને જાણે છે તેથી પર્યાય પર્યાયને જ જાણે છે. અહીં તો એનાથી પણ આગળ લઈ જવું છે.
વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પરને જાણવાની પર્યાયની જે તાકાત માની છે તેને બદલે તે પર્યાયમાં સ્વને જાણવાની તાકાત છે એમ જાણીને તે પર્યાય સ્વને-ત્રિકાળીને જાણે ત્યારે તેને મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય. પૂર્ણ શુધ્ધ પર્યાય આત્માની પૂર્ણ શુધ્ધ દશા છે. તો શુધ્ધ પરિણામનું કારણ પણ આત્માનું શુધ્ધ પરિણામ જ હોવું જોઈએ. હોવું જોઈએ એટલે એમ જ છે. વર્તમાન પર્યાયમાં, અંદરમાં જેવો હતો એવી પ્રતીતિ અનુભવમાં આવી ત્યારે તેને મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. મોક્ષ જે પૂર્ણ શુધ્ધ દશા છે, પૂર્ણ પવિત્ર અનંત આનંદની દશા છે તેનું કારણ અંદર જે અપૂર્ણ શુધ્ધ પરિણામ તે છે. પર્યાયમાં આત્મદ્રવ્ય જેવું છે તેવી શ્રધ્ધા થવાથી મોક્ષનો માર્ગ શરૂ થાય છે. પરને જાણે છે તે પોતાના અસ્તિત્ત્વને જાણતો નથી’
બે-પાંચ લાખનું ફર્નિચર હોય તે તને જણાય છે કે જ્ઞાનની પર્યાય જણાય છે? તે વખતના તારા જ્ઞાનના પરિણમનમાં તારા અસ્તિત્ત્વનું જ્ઞાન છે કે પરના અસ્તિત્ત્વનું જ્ઞાન છે? તારા અસ્તિત્ત્વનું જ્ઞાન છે. આ જ્ઞાન તે જ હું છું એમ જ્ઞાન એને જ્ઞેય તરીકે જાણે છે. જ્ઞાન કલ્લોલો જ જ્ઞાનવડે જણાય છે, તેના બદલે પરને જાણે છે એમ કહે છે તે પોતાના અસ્તિત્ત્વને જાણતો નથી માટે તેની દૃષ્ટિ મિથ્યા થઈ.
જ્ઞાનમાત્રભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી. જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે, આ રીતે પોતે જ પોતાથી જાણવા યોગ્ય હોવાથી જ્ઞાનમાત્રભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્રભાવ-જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણેય