________________
૩૨.
૩૦. તારું જ્ઞાન તારા કારણે તે ક્ષણે તે પ્રકારનું પરિણમન કરે તેને આત્મા ય તરીકે જાણે છે.
સામાન્ય જ્ઞાન તે ધ્રુવ છે અને વિશેષ તે પલટતી પર્યાય છે. આ સામાન્ય જ્ઞાન અને વિશેષ બંને ય છે. આવો જ્ઞાનમાત્ર ભાવ તે હું છું. શેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે છે. તેમાં પરની સાથે કાંઈ સંબંધ છે જ નહી.
એક જ્ઞાયક ભાવ તે જ નિશ્ચય આત્મા ૩૧.
એક જ્ઞાયકભાવ તે જ નિશ્ચય આત્મા અને તે જ્ઞાયક ભાવમાં મુનિની પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય અને સિધ્ધની પર્યાયનો અભાવ! મોક્ષ અને મોક્ષમાર્ગની પર્યાયને કરે નહીં તે જ્ઞાયકભાવી. આહાહા! પર્યાય પર્યાયને કરે! કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે કે સિધ્ધની પર્યાય ઉત્પન્ન થાય છે. એ પર્યાય ષકારકથી પરિણમતી પોતાથી ઉત્પન્ન થાય છે. જેને દ્રવ્યની અપેક્ષા નથી. જાણનાર : જાણવાની પર્યાયનો પણ અકર્તાઃ ધર્મી શુભાશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે, ત્યારે વિચારક જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન થયો કે નીચલી ભૂમિકામાં તો જ્ઞાનીને રાગ અને રાગનું ફળ પર્યાયમાં હોય છે છતાં આપે તેને અકારક-અવેદક કહ્યો તે કઈ રીતે ? આચાર્યદેવ દૃષ્ટાંતપૂર્વક સમજાવે છે કે જેમ આંખ અગ્નિને સળગાવતી નથી કે લોખંડના ગોળાની જેમ આંખ ઉષ્ણતાને ભોગવતી નથી. માત્ર દેશ્ય પદાર્થને દેખવારૂપ સંબંધ છે પણ કરવા ભોગવવા સંબંધ નથી. તેમ આત્મા પણ પોતાને જાણવા-દેખવાના સ્વભાવને લીધે પોતાથી અત્યંત ભિન્નપણાને લીધે રાગાદિને જાણે જ છે, પરંતુ કરતો ભોગવતો નથી. બંધને મોક્ષને પણ કરતો નથી. કેમ કે તે કાળે તે જ પર્યાય થવાની જ છે તે થાય છે, થાય જ છે તેને કરવી એટલે શું? જે થાય જ છે અથવા તો તે કાળે જે પર્યાય છે જ તેને કરવી એટલે શું? દ્રવ્યદષ્ટિ થવાથી ભાવ નામના ગુણને લીધે નિર્મળ પરિણતિ તે તે કાળે થાય જ છે તો તેને કરવી શું? જે છે તેને માત્ર જાણે જ છે! અરે નિર્જરાને જાણનાર પર્યાયને પણ ક્યાં કરવી છે? જાણવાની પર્યાય પણ તે કાળે સત્ છે, તે તે સમયે જાણવાની પર્યાય છે જ, તેને કરવી શું? જાણવાની તે કાળે તે પર્યાય એ રીતે જ છે. તેને પણ કરવી નથી! આહાહા! અકર્તાપણાની ઉત્કૃષ્ટ આ વાત છે. જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નહિ-એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિધ્ધ કર્યું છે.
જે જોયાકાર થાય છે તે જ્ઞાનાકાર પોતાનો જ છે.” નમઃ સમયસારાય, સ્વાનુભૂલ્યા ચકાસતે; ચિત્ સ્વભાવય ભાવાય, સર્વ ભાવાંતરચ્છિદં .......... સમયસાર કળશ નં. ૧ નથી અપ્રમત્ત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીતે “શુધ્ધ” કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ......... સમયસાર ગાથા ૬ ૩૫. બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહકત
અશુધ્ધતા તેને નથી...અગ્નિ જાણે પરને બાળતો હોય એમ લાગે છે તેથી તેને દહન