________________
જ્ઞાન આત્માને જ જાણે છે, પરને જાણતું જ નથી-અશક્ય છે.” ૧. એક તો જ્ઞાનની પર્યાય સ્વ-પર પ્રકાશક છે એ આગમનું વચન છે. ૨. બીજું સ્વ પરનો પ્રતિભાસ થાય છે એ પણ આગમ વચન પ્રસિધ્ધ છે. ૩. હવે આ બે વાતમાં તફાવત ક્યાં છે? અર્થમાં કાંઈ ફેર છે કે એક છે? આ સમજવા પ્રયત્ન
કરીએ.
,
જ
૭.
સવિકલ્પ નિર્ણયની ભૂમિકામાં પરનું અને રાગાદિની કર્તત્વબુધ્ધિ તો છૂટી ગઈ-આત્મા જ્ઞાનમય છે એટલે આત્મામાં જાણવું...જાણવું..જાણવું થાય પણ એમાં કાંઈ પરને કરે કે ભોગવે એ આત્માના સ્વભાવમાં નથી. એક જ્ઞાનનો સ્વચ્છ એવો સ્વભાવ છે એટલે કે.. ૧. અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે. ૨. સાધક દશામાં પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે.
કેવળજ્ઞાનની પર્યાયમાં પણ સ્વ પરનો પ્રતિભાસ થાય છે. ૪. આઠેય જ્ઞાનમાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે. હવે પ્રશ્ન આ રહ્યો? ૧) સ્વ પરનો પ્રતિભાસ થાય છે એક વાત ૨) સ્વ પર બેયને જાણે છે એ બીજી વાત. કર્તત્ત્વ તો છોડવું પણ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે તો સ્વને જાણવું અને પરને જાણવું...આ ભ્રમ ક્યાંથી આવ્યો? ભૂતાઈને આશ્રયે-સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્ર-નિર્વિકલ્પ અનુભૂતિ ધ્યાનમાં થાય છે એ બરાબર ત્યારે તો ઉપયોગ સ્વને જ જાણે છે. હવે જ્યારે જ્ઞાની સવિકલ્પ દશામાં આવે ત્યારે એ જે રાગ જાણવામાં આવે છે તે વ્યવહાર જાણેલો પ્રયોજવાન છે એમ કહ્યું છે. તો સ્વને જાણતા જાણતા પરને જાણે છે. જ્ઞાન તો એને સ્વ પર પ્રકાશક કહેવામાં આવે છે. સ્વને પણ જાણે અને ભેદને પણ જાણે. અભેદ ઉપર લક્ષ છે જ તેથી અભેદનું જાણવું તો છૂટતું નથી અને ભેદને જાણે છે. હવે પ્રશ્ન આ છે કે ભેદને જાણનાર કયું જ્ઞાન છે? પ્રતિભાસ થાય છે બેયનો અને એને જાણે છે કે એકને જાણે છે અને બીજાને જાણતો નથી, શું શું છે? વીતરાગી પર્યાય એના સ્વકાળે પ્રગટ થાય ત્યારે લક્ષ આત્મા ઉપર છે તેથી આત્માને આશ્રયે થઈ એ વાત બરાબર છે, પરના લક્ષે થતી નથી અને એ પર્યાયનો કર્તા આત્મા નથી-સ્વયં એના પકારથી ક્ષણિક ઉપાદાનથી થાય છે. અભેદને જાણે તે નિશ્ચય અને ભેદને જાણે તે વ્યવહાર” સવિકલ્પ દશામાં શુધ્ધોપયોગ તો છે નહિ અને પરિણતિ આત્મામાં અભેદ છે એ ત્યાંથી છૂટીને આને જાણે તો પરિણતિ રહેતી નથી, અભેદમાં પરિણતી છે. અતીન્દ્રિયજ્ઞાન અભેદમાં છે. તો છે શું? ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે એક અપેક્ષાએ, આચાર્ય ભગવાને ૩૭૩ થી ૩૮૨ સમયસાર ગાથામાં કહ્યું છે-બુધ્ધિનો વિષય છે. ભેદ બધા બુધ્ધિના વિષયમાં જાય છે. બુદ્ધિ એટલે મન, મન એટલે ઇન્ડિયજ્ઞાન. એક એ અપેક્ષાએ વ્યવહાર કહેવાય. હવે એ સમ્યકજ્ઞાન છે.
૧૦.
૧૧.