________________
૧૭. જ્ઞાન સામાન્ય...જ્ઞાન એક જ છે. સામાન્યની અપેક્ષાએ જ્ઞાનના કોઈ ભેદ નથી.
જ્ઞાન...જ્ઞાન..જ્ઞાન જાણવું...જાણવું...જાણવું... કોને જાણવું અને કોને ન જાણવું એમ વિવિક્ષા નહીં. વિવિક્ષાનો અભાવ છે તેને સામાન્ય જ્ઞાન કહે છે. જ્ઞાનમાં સ્વ-પરનો પ્રતિભાસ થાય છે-જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે અને રાગાદિ-દેહાદિનો પ્રતિભાસ થાય છે. ત્યાં પૂર્ણ વિરામ કરી નાખવું. બેને જાણે છે એમ ન લેવું. પ્રતિભાસમાં પ્રતિભાસ છે. પછી કોને જાણે છે એનો આધાર પુરુષાર્થ ઉપર છે. '
પરનું વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ એક જ જ્ઞાન સામાન્યજ્ઞાનના બે ભેદ થઈ જાય છે. વિષય ભેદે ભેદ છે એ જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનો પ્રતિભાસ તો થાય છે. કોઈ એ જ્ઞાનના સ્વ-પરના પ્રતિભાસમાંથી જ્ઞાયકના પ્રતિભાસ તરફ જ્ઞાન વળી જાય છે તો સમ્યફજ્ઞાન થઈ જાય છે. કોઈ એને કરતું નથી. બદલી જાય છે. અને પરના પ્રતિભાસ તરફ વળી જાય છે તો મિથ્યાજ્ઞાન થઈ જાય છે. કાં તો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટે કાં તો જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે એ પોતાના પુરુષાર્થની વાત છે.
- હું પરને જાણું છું, સ્વ-પરને જાણું છું એ તો ભ્રાંતિ છે. પણ સ્વ-પરને જાણું છું એ વ્યવહાર છે માટે ભ્રાંતિ તો મારે કરવી નથી. હોશીયાર બહુ છે-ડહાપણ બહુ કરે છે-એકલા પરને જાણે તો તો ભ્રાંતિ છે-સ્વ-પર બેયને જાણે કે બેયનો પ્રતિભાસ થાય છે? મોટો તફાવત છે. પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે.અસાધારણ વાત છે. સ્વને જાણે તે નિશ્ચય, પરને જાણે તે વ્યવહાર. પણ જાણ્યું રાખ્યું ને પરનું. નિશ્ચયથી સ્વને જાણે અને વ્યવહારથી પરને જાણે થઈ ગયું સ્વ-પર પ્રકાશક! અરે ભાઈ! નિશ્ચયથી સ્વને જાણે અને વ્યવહાર પરને જાણે એ તું રહેવા દે થોડીવારમાં જ્ઞાન આત્માને જાણે છે, પરને જાણતું જ નથી. તેમાં કથંચિત લાગુ ન પડે. સ્વભાવમાં કથંચિત લાગુ ન પડે. જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાન જેનું હોય
તેને જ જાણે છે, જેનું જ્ઞાન નથી તેને જાણતું નથી કે જેનું હોય તે જ હોય. ૧૮. કોઈ જીવને અત્યાર સુધી દેહનું કે રાગનું જ્ઞાન થયું નથી. જો એમ થાય તો જ્ઞાન દેહ કે
રાગરૂપે થઈ જાય. હું પરને જાણતો જ નથી ત્યાં આવી જા. “પરને જાણું છું એ રહેવા દે ભાઈ!
અસ્તિમાં આવ્યો-આત્મા આત્માને જાણે છે એટલે આખા લોકાલોકની નાસ્તિ મારામાં છે. અસ્તિના જ્ઞાનમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. નાસ્તિની સન્મુખ થવું નથી
પડતું. જે આત્મામાં નથી તેને સિદ્ધ કરવા માટે જ્ઞાનનો ઉપયોગ ત્યાં મૂકવો પડતો નથી. ૧૯. પર સન્મુખ થાય અને જાણે એને ભગવાન જ્ઞાન કહેતા જ નથીએ તો ઇન્ડિયજ્ઞાન છે
અજ્ઞાન છે. “જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.” પરને જાણવાનો નિષેધ કરે છે. હવે જ્યાં પ્રતિભાસની વાત આવી ત્યાં ઉપયોગ ક્યાં જાય છે સ્વ સન્મુખ કે પર સન્મુખ તેના પર આધાર છે. સ્વ-પરનો પ્રતિભાસ થાય છે માટે પરનું લક્ષ કરવું એવું અનિવાર્ય નથી અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે માટે જ્ઞાયકને જાણવું જોઈએ એવો ય પ્રતિબંધ નથી. પરને જાણવામાં રોકાવાની જરૂર નથી-પ્રતિભાસ થાય પણ જણાય નહીં. રાગનો પ્રતિભાસ થાય પણ રાગ જણાય નહિ. લોકાલોકનો પ્રતિભાસ થાય પણ લોકાલોક જણાય નહિ. એવી અપૂર્વ વાત છે.