________________
૪૩.
યાકાર અવસ્થામાં પણ જ્ઞાનનું પરિણમન જ્ઞાયકપણે જણાય છે માટે જે જાય છે તે
ચીજ નહિ પણ તેમાં જાણનારો જણાય છે. ૪૧. નાયકને જાણનારનું જ્ઞાન રાગના જાણવા કાળે રાગ આકારે થાય છે પણ તેમાં તેને
રાગનું અવલંબન નથી-પરાધીનતા નથી. જ્ઞાનની પર્યાયનો જ પોતાનો એ કાળે એ રૂપે પરિણમવાનો સ્વભાવ છે માટે તે કાળે રાગ જણાયો નથી પણ જાણનારની પર્યાય જણાઈ છે. શેયાકારના કાળે પણ તે પોતાને જાણે છે અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં
પણ તે પોતાને જ જાણે છે. ૪૨. દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે કે દીપક ઘટ-પટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે.
અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી. તેમ જ્ઞાયક પોતાને જાણે કે પરને કે રાગને જાણે તે દરેક વખતે જ્ઞાયક જ્ઞાયકપણે જ રહે છે. પોતે જાણનારો છે માટે કર્તા છે અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ છે. આમ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. આ પર્યાયની વાત છે હો! જાણનારને જાણ્યો અને શેયને જાણ્યા તે બંને કાર્ય એક જ્ઞાયકના જ છે. હવે જ્યારે જીવે પોતાના સર્વજ્ઞ સ્વભાવને જાણ્યો ત્યારે તો તે સ્વને જાણે છે પણ પરને જાણે છે એ વખતે પણ તે જાણનારપણે જ જણાય છે. પરને કે રાગને જાણતાં તે પર કે રાગપણે થયો નથી, જાણનારપણે જ રહ્યો છે અને જાણનારપણે જ જણાય છે. હું કોણ છું? હે જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. માટે જ્ઞાનની પર્યાય મારું કર્મ છે અને હું કર્તા છું. ખરેખર તો પર્યાય જ કર્તા છે અને પર્યાય જ કર્મ છે, દ્રવ્ય તો ધ્રુવ છે પણ અહીં શાયકને કર્તા તરીકે રાખીને કર્તા-કર્મ પણું સિદ્ધ કર્યું છે. રાગના જ્ઞાનકાળે રાગ કર્તા
અને જ્ઞાનની પર્યાય કાર્ય-એમ નથી. ૪૪. તું મહાપ્રભુ છો તો તારી પર્યાય પણ મહાપ્રભુની છે. જે જણાયો છે તેની એ પર્યાય છે
રાગની નથી. જ્ઞાનમાં જ્યાં સ્વ જણાય છે ત્યાં પરનું જાણવું પણ થાય છે ને! હા, થાય છે, પણ તે પરના કારણે થતું નથી. જાણનાર પર્યાય પોતાની સ્વ-પર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી પરિણમી છે માટે તે પર્યાય કર્મ છે અને આત્મા કર્તા છે-પરદ્રવ્ય તેનો કર્તા નથી. ખરેખર પકારકનું પરિણમન પર્યાયમાં છે, દ્રવ્યમાં ષકારકની શક્તિ છે પણ પરિણમન નથી. વ્યવહારનો વિકલ્પ ઊઠે છે તેનું જ્ઞાન થાય છે તે વ્યવહારથી થતું નથી, જ્ઞાન પોતે પોતાથી થાય છે. રાગમાં જ્ઞાન જ ક્યાં છે કે તેનાથી જ્ઞાન થાય! દીવાની જેમ જ્ઞાયકમાં કર્તા-કર્મનું અનન્યપણું છે, અનેરાપણું નથી. જ્ઞાયક પોતે કર્તા છે અને જ્ઞાન તેનું કર્મ છે, બંને જુદાં નથી એક જ છે. રાગ સંબંધીનું જ્ઞાન થાય છે તે જ્ઞાનને કર્તા પોતે છે, રાગ કર્તા નથી અને રાગને કારણે તે જ્ઞાન થયું નથી. યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ- પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. ઘટ-પટ ને પ્રકાશવાકાળ દીવો કાંઈ ઘટ-પટ પણે થતો નથી અને ઘટ-પટ છે માટે તે પ્રકારો છે એમ પણ નથી. દીવો તો પોતાના પ્રકાશપણાના કારણે પ્રકાશે છે. તેમ જ્ઞાયક પોતાને પ્રકાશવાકાળ જ્ઞાયક જ છે અને જ્ઞાયક પરને પ્રકાશવા કાળે પણ જ્ઞાયક જ છે,