________________
૧.
૨.
3.
૪.
૫.
{.
6
૭.
..
૯.
૧૦.
૯. જ્ઞાનસ્વભાવ
૧૦)
N
‘જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી’
ખરેખર તો પોતાની જ્ઞાનપર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે એ નિશ્ચય છે. વર્તમાન જ્ઞાન પર્યાયમાં આ જે બધું જણાય છે તે ખરેખર જણાતું નથી, જાણવામાં તો પોતાની જ્ઞાનપર્યાયની તાકાત આવે છે.
આ દેહ તો જડ-માટી-ધૂળ છે. જે જાણનાર છે તે આત્મા છે. આત્મા પરને જાણે છે એમ અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે.
વાત સૂક્ષ્મ છે ભાઈ! ધર્મ એ કોઈ બહારની ચીજ નથી. ધર્મ તો અંતરની કોઈ અપૂર્વ ચીજ છે. ધર્મ બહુ સૂક્ષ્મ છે.
એક સમયમાં પોતાની વર્તમાન દશામાં આ..આ..આ..જણાય છે. એમ કહેવું એ તો વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનપર્યાય પોતાથી પ્રગટ થઈ છે તે પોતાને જ જાણે છે. કેમ કે, જેમાં તન્મય થઈને જાણે તે જાણવાને જ નિશ્ચય કહેવામાં આવે છે. પરનું જાણવું કાંઈ પરમાં તન્મય થઈને થતું નથી માટે પરને જાણવું તે વ્યવહાર છે. પર સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તેને જ્ઞાન જાણે છે એ નિશ્ચય છે.
આહાહા! સર્વજ્ઞ એટલે પૂરણ પૂરણ એકલું જ્ઞાન, દ્રવ્યમાં પૂરું, ગુણમાં પૂરું, પર્યાયમાં પૂરણ પ્રગટ જ્ઞાન; જ્ઞાન એટલે અપૂર્ણતા નહીં, રાગ નહીં એકલો જ્ઞાનનો જ પૂરણ પ્રકાશ-આમ શ્રધ્ધા કરવા જાય ત્યાં અંતરમાં એકલા જ્ઞાનની અનુભવમાં પ્રતીત થઈ. જાય છે. આમાં બીજું કાંઈ કરવાનું નથી. બસ, એકલો જ્ઞાન-આનંદનો રસ જ છે, જ્ઞાનનું ચોસલું છે, એમાં ઇન્દ્રિય, રાગ કે અલ્પસત્તા છે જ નહીં.
વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનપર્યાયને જ જાણે છે એ પણ હજી પર્યાયબુદ્ધિ છે. ઝીણી વાત છે ભાઈ! હવે એક સમયની પર્યાય પોતાને જાણે છે એ પણ પર્યાયની વાત થઈ. દ્રવ્ય જેવું છે તેવું પર્યાયમાં જાણવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
આત્મા જેવો છે તેવો વર્તમાન પર્યાયમાં પ્રતીતિમાં આવે છે ત્યારે પરિપૂર્ણ શુધ્ધ એવી મોક્ષદશાનો ઉપાય શરૂ થાય છે.
જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ જ એવું છે કે પર સંબંધીનું પોતાનું જ્ઞાન અને સ્વ સંબંધીનું પોતાનું જ્ઞાન એમ એકરૂપતાને પોતે જાણે છે. અરે! પર્યાયને જાણવું એ પણ વ્યવહાર છે. જ્ઞાનની જે એક સમયની વર્તમાન પર્યાય છે તે પરને નથી જાણતી, એ વર્તમાન પર્યાય પોતાની પર્યાયમાં જ તન્મય છે તો તેને જાણે છે. હવે એક સમયની પર્યાય પોતે પોતાને જ જાણે છે ત્યાં સુધી જીવની પર્યાયબુધ્ધિ-અંશબુધ્ધિ થઈ. આહાહા! આમાં વળી પરને જાણે છે એ તો ક્યાંય રહી ગયું ભાઈ! ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ વીતરાગ પરમાત્માએ જે ધર્મ કહ્યો એ કોઈ અલૌકિક ચીજ છે. એ વિના જન્મ-મરણનો અંત ક્યારેય આવ્યો નથી. એક સમયની જ્ઞાનની વર્તમાન પર્યાયમાં ૫૨ જણાતું નથી કારણ કે પરમાં તન્મય થતો નથી, કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એમ કહેવું એ પણ અસદભૂત વ્યવહારનયનું કથન