________________
પર્યાયમાં અનન્યપણે હોવાથી પર્યાય ૫લત વ્ય પણ પડે છે.
અહીં એમ કહ્યું કે કમબદ્ધ પરિણામપણે દ્રવ્ય ઊપજે છે-“જિ ન ૩ખુન્નર ઉહિ તે જોર जाणसु अणण्ण' દ્રવ્ય પોતાના જ ગુણોથી જે ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે તેમાં તેને અનન્ય જાણ. એટલે... એકલી પર્યાય જ પલટે છે ને દ્રવ્ય-ગુણ તો ઘંટીના નીચલા પડની જેમ સર્વથા કૂટસ્થ જ રહે થે-એમ નથી. તો કેમ છે? પર્યાય પલટતાં તે તે પર્યાયપણે દ્રવ્ય-ગુણ ઉપજે છે પહેલા સમયની પર્યાયમાં જે દ્રવ્ય ગુણ અનન્ય હતા તે બીજા સમયે પલટીને બીજા સમયની પર્યાયમાં અનન્ય છે. પહેલાં સમયે પહેલી પર્યાયનો જે કર્તા હતો તે પલટીને બીજા સમયે બીજા પર્યાયનો કર્તા થયો છે. એ જ પ્રમાણે કર્તાની માફક કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ એ બધા કારકોમાં સમયે-સમયે પલટો થાય છે. પહેલા સમયે જેવું કર્તાપણું હતું તેવું જ કર્તાપણું બીજા સમયે તે રહ્યું નથી, પર્યાય બદલતાં કર્તાપણું વગેરે પણ બદલ્યું છે. કર્તા-કર્મ વગેરે છે કારકો જેવા સ્વરૂપે પહેલા સમયે હતા તેવા જ સ્વરૂપે બીજા સમયે નથી રહ્યા. પહેલા સમયે પહેલી પર્યાય સાથે તદુપ થઈને તેનું કર્તાપણું હતું ને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપ થઈને તે બીજી પર્યાયનું કર્તાપણું થયું. આમ, પર્યાય અપેક્ષાએ નવી નવી પર્યાયો સાથે તદુપ થતું-થતું આખું દ્રવ્ય સમયે સમયે પલટી રહ્યું છે, દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે. આ જરાક સૂમ વાત છે. પ્રવચનસારની ૯૩મી ગાથામાં પણ કહ્યું કે, “તેહિં ગુના પાયા' એટલે દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. દ્રવ્ય પરિણમતાં તેના અનંત ગુણો પણ ક્રમબદ્ધપર્યાયપણે ભેગા પરિણમી જાય છે. પર્યાયમાં અનન્યપણે દ્રવ્ય ઊપજે છે એમ કહેતાં પર્યાય પરિણમતાં દ્રવ્ય પણ પરિણમ્યું છએ-એ વાત સિદ્ધ થાય છે. કેમ કે જો દ્રવ્ય સર્વથા ન જ પરિણમે તો પહેલી પર્યાયથી છૂટી ને બીજી પર્યાય સાથે તે કઈ રીતે તદ્રુપ થાય? પર્યાય પલટતાં જો દ્રવ્ય ન પલટે તો તે જુદું પડ્યું રહે! એટલે બીજી પર્યાય સાથે તેને તદુપપણું થઈ શકે જ નહિ, પરંતુ એમ બનતું નથી. પર્યાય પરિણમે જાય ને દ્રવ્ય જુદું રહી જાય-એમ બનતું નથી. કોઈ એમ કહે કે “પહેલાં સમયની જે પર્યાય છે તે પર્યાય પોતે જ બીજા સમયની પર્યાયરૂપ પરિણમી જાય છે, દ્રવ્ય નથી પરિણમતું” તો એ વાત જૂઠી છે. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. પર્યાયમાંથી પર્યાય આવે એમ માનનારને “પર્યાયમૂઢ’ કહ્યો છે. પર્યાય પલટતાં તેની સાથે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ પણ (પર્યાય અપેક્ષાએ) પલટી ગયાં છે. જો એમ ન હોય તો સમય સમયની નવી પર્યાય સાથે દ્રવ્યનું તાપણું સિદ્ધ થઈ શકે નહિ. સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો તાદાભ્ય છે' એમ કહીને આચાર્યદેવે અલૌકિક નિયમ દીધો છે. જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજતો થકો તેમાં તન્મયપણે જીવ જ છે, અજીવ નથી. અજીવના કે રાગના આશ્રયે ઊપજે એવું જીવનું ખરું સ્વરૂપ નથી.
૩ર