________________
માનતો થકો, શેયને જાણું છું તેમ અજ્ઞાનીને ભ્રમ ઊભો થાય છે. તેથી તે વાતનું અહીં ખંડન કર્યું છે કે પરજ્ઞેયને જાણવાકાળે “જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે-એમ વ્યવહારથી જ માનવામાં આવે છે, નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.”. બ્લોક 214.
તો...પર જણાય છે કે નહિ ?
અરેરે ! શેયલુબ્ધ જીવોને પર સંબંધી જ્ઞયાકાર જ્ઞાન તે તારૂ પોતાનું જ જ્ઞાનાકાર જ્ઞાન હોવાથી જ્ઞાન જણાય છે તેમ સમજાવવા છતાં પરની એકતાબુદ્ધિવશ, પરની સામે જોવાની મીઠાસબુદ્ધિની હોંશમાં જાણનારો જણાઈ રહ્યો છે. તેમાં સ્વસમ્મુખતા થતી નથી. હવે વાત રહી. પર જણાય છે કે નહિ,તેની. '
સે પ્રથમ વિચારીએ કે પાણી ગરમ થાય છે તે પોતાથી થાય છે કે અગ્નિથી! પાણી પોતાની યોગ્યતાથી ભલે ગરમ થાય પણ એ કહો કે પાણી અગ્નિથી ઉષ્ણ થાય છે કે નહીં ! અરે ભાઈ ! પોતાથી જ ઉષ્ણ થાય છે અને તે વખતે નિમિત્તા તરીકે અગ્નિ હોય જ; અગ્નિ હાજર ન હોય અને પાણી પોતાથી ગરમ થાય એમ પણ ન હોય, થાય પોતાથી જ છતાં અકિંચિત્કરપણે અગ્નિની હાજરી અવશ્ય હોય.
તેવી રીતે શેયાકાર અવસ્થામાં જે જ્ઞાનાકાર છે તેને જ્ઞાન જાણે છે, પરને જાણતું જ નથી તોપણ શેયાકાર અવસ્થામાં પરણેય નિમિત્તરૂપે હોય જ. તેથી પરને જાણે | છે એવું વ્યવહાર કથન છે, જેમ અગ્નિથી પાણી ગરમ થાય એવું વ્યવહારકથન
છે તેમાં વળી જેમ અરીસામાં જેવું પ્રતિબિંબ પડે છે તેવું જ સામે બિંબ નિમિત્તરૂપી હોય જ છતાં પ્રતિબિંબ એ માત્ર અરીસાની સ્વચ્છતાનું કાર્ય છે; બિંબ અરસામાં જણાતું જ નથી, પ્રતિબિંબ જ અરીસામાં જણાય છે. ખરેખર તો પ્રતિબિંબ અરીસાની જ પ્રસિદ્ધિ કરે છે પરંતુ અનાદિના અજ્ઞાનવશ પ્રતિબિંબ બિંબને પ્રસિદ્ધ કરે છે એવો ભ્રમ ઉપજે છે. બે ભિન્ન-ભિન્ન દ્રવ્યો હોવાના કારણે બિંબ પ્રતિબિંબનું કાંઈ કરી શકતા ન હોવાથી બિંબનું પ્રતિબિંબ છે એવું માત્ર વ્યવહારકથન છેઃ
આવું જ પરને જાણવાના સંબંધમાં સમજવું, એટલે કે જ્ઞાન-અરિસામાં જે શેયાકાર-પ્રતિબિંબ ઉપજે છે તે જ્ઞાન-અરીસાની જ પ્રસિદ્ધિ કરતું હોવા છતાં તેમાં નિમિત્તભૂત શેય-બિંબની ઉપસ્થિતિ દેખીને શેય જણાય છે તેવું વ્યવહારકથન છે.
આમ, શેયાકાર અવસ્થામાં જ્ઞાનની જ પ્રસિદ્ધિ થતી હોવાથી અને જ્ઞાનમાં જ્ઞાયક તન્મય હોવાથી, જ્ઞાયકની જ પ્રસિદ્ધિ થઈ રહી હોવાથી, આબાળગોપાળા સર્વને સદાકાળ ભગવાન આત્મા પોતે જ જણાઈ રહ્યો છે એ અદ્ભુત ચૈતન્ય ચમત્કાર છે. wwwગુપ્રસાદ % ૭ ઓક્ટોબર 2009
www