________________
(4 214મા કળશના ભાવાર્થમાં પં. જયચંદ્જી છાબડા કહે છે કે- ‘પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞયિક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતા નથી. માટે જ્ઞાયક પરદ્રવ્યને જાણે છે' એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.”
66
સેટિકાની ગાથા 356-365મા આ જ મર્મને આચાર્ય મહારાજે ઘુંટાવ્યો છે કે
અહીં બહુ પ્રયોજનભૂત વાત આચાર્યદેવ સમજાવી છે કે ખડી ભીંતને સફેદ કરે છે એમ વ્યવહારે કહેવાય છે છતાં પરમાર્થથી વિચારતાં ખડી ભીંતને સ્પર્શતી જ નથી ત્યાં સફેદ કરે શી રીતે? ભીંત ભીંતમાં છે ને સફેદાય તો ખડીમય છે. ત્યાં સ્વ-સ્વામીરૂપ અંશોના ભેદનું લક્ષ છોડી દ્યો તો ખડી ખડી જ છે.
આ દ્રષ્ટાંતથી એમ સમજાવાયું છે કે જ્ઞાયક પરજ્ઞેયને જાણે છે એમ વ્યવહારે કહેવાય છે તોપણ પરમાર્થે વિચારતાં જ્ઞાયક પરજ્ઞેયને સ્પર્શતો જ નથી ને ! પજ્ઞેય તો પરજ્ઞેયમાં છે ને તેને જાણતું જ્ઞાન તો જ્ઞાયકમય છે. એટલે કે પરસંબંધીનું જે જ્ઞેયાકાર જ્ઞાન છે તે ખરેખર તો જ્ઞાનાકાર જ્ઞાન છે તે જ્ઞાયકનું જ જ્ઞાન છે. અર્થાત જ્ઞાયક પરજ્ઞેયને જાણે છે તેમ કહેવાનો વ્યવહાર હોવા છતાં, ખરેખર જ્ઞાયક પદ્વવ્યને જાણતો જ નથી, તે જ્ઞેયાકાર જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનાકાર જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાયકનું જ જ્ઞાન છે. અને એ બે અંશોના ભેદરૂપ વ્યવહારનું લક્ષ છોડી દ્યો તો જ્ઞાયક તો જ્ઞાયક જ છે એ નિશ્ચય છે; પરમાર્થ છે.
ખડીની સફેદાય વડે સફેદરૂપે દેખવામાં આવતી ભીંત અને સફેદાય બન્ને ભિન્ન-ભિન્ન પદાર્થો હોવાથી, સફેદાય કદી ભીંતરૂપ થતી જ નથી, સફેદાય તો હંમેશા ખડીરૂપ જ રહેલ છે. તેથી જાણકાર પુરુષોને સફેદાય દેખતાં ખડી જ જણાય છે, ભીંત નહીં. તેવી રીતે જ્ઞાન વડે જાણવામાં આવતા પરજ્ઞેયો અને જ્ઞાન બંને ભિન્ન-ભિન્ન તત્ત્વો હોવાથી, જ્ઞાન કદી પરજ્ઞેયરૂપ થતું જ નથી. જ્ઞાન તો હંમેશા જ્ઞાયકરૂપ જ રહેલ છે. તેથી જ્ઞેયાકાર જ્ઞાનને જાણતાં તે જ્ઞાનાકારે જ્ઞાન જ્ઞાયકમય હોવાથી જ્ઞાયકની પ્રસિદ્ધિ કરતું પ્રગટ થાય છે, નહીં કે પરદ્વવ્યની પ્રસિદ્ધિ કરે છે ! જેમ ઘટપટાદિ દીવાને જાહેર કરે છે તેમ જ્ઞેયાકાર કહેવાતું જ્ઞાનાકાર જ્ઞાન જ્ઞાયકને જાહેર કરે છે.
એ રીતે અહીં આચાર્યદેવે સ્પષ્ટ કર્યું છે કે આત્મા પરદ્રવ્યને જાણે છે એ. ઉપચરિત અસદભૂત વ્યવહારકથન છે, આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વ-સ્વામી અંશરૂપ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે; જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે.
વધુ વિચારતાં, આત્મા પોતાને જાણે
છે-એમ લક્ષ કરતાં પણ ભેદ ઊભો થતાં,
ગુરુપ્રસાદ પર ઓક્ટોબર ૨૦૦૭