________________
નિમિત્ત થાય છે તે તે જ્ઞેયોમાં એકત્વ કરતો થકો, તે જ્ઞેયાકારમાં રહેલા પોતાના એકાકાર જ્ઞાનને નહીં જાણતો થકો, જાણનારો જણાઈ રહ્યો છે એવું જ્ઞાન અજ્ઞાનીને ઉદિત થતું નથી.
33મા કળશમાં આચાર્યદેવ જ્ઞાન કેવું છે ! તે જુદી જુદી વિશેષતાથી સમજાવતા કહે છે કે- જેમાં અનંત જ્ઞેયોના આકારો આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમા જ રમે છે.’ અર્થાત્ જ્ઞેયાકાર અવસ્થા વખતે પણ જ્ઞાન જ્ઞાનાકારપણે જ રહ્યું થડું જ્ઞાયકની જ પ્રસિદ્ધિ કરે છે.
49મી ગાથામાં અવ્યકતના પાંચ બોલમાં કહ્યું કે ‘વ્યકતપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યકતપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે’ ત્યાં અવ્યક્તપણું સિદ્ધ કરતાં કહ્યું કે વ્યક્તપણ અને અવ્યક્તપણું ભેળા મિશ્રિતરૂપે પ્રતિભાસી રહ્યા છે તેનો અર્થ કે વ્યક્ત-પ્રગટ એવો જ્ઞાનાકાર-ચાહે તો પરસંબંધી જ્ઞેયાકાર અવસ્થારૂપે હો કે ચાહે તો સ્વરૂપપ્રકાશનસંબંધી જ્ઞાનાકાર અવસ્થારૂપ હો-તેની સાથે અવ્યકત એવો જ્ઞાયક ભેળો મિશ્રિતરૂપે તેને પ્રતિભાસી જ રહ્યો છે. અર્થાત વ્યક્ત એવી જ્ઞેયાકાર અવસ્થામાં અવ્યક્ત એવો જ્ઞાયક, જ્ઞાનની સમય સમયની પર્યાયમાં પ્રતિભાસ પામી જ રહ્યો છે, તોપણ જ્ઞેયલુબ્ધપણાને કારણે-પરમાં એક્ત્વના મુઢપણાને કારણે અજ્ઞાની ‘આ પર મને જણાય છે' એમ પરને જાણતો થકો, અવ્યક્ત એવો જ્ઞાયક મને જણાય રહ્યો છે તેવું જ્ઞાન તેને ઉદિત થતું નથી.
270મી ગાથામાં કહ્યું કે જેવી રીતે ‘હું પરને હણું છું”
અધ્યવસાન છે તેવી રીતે ‘હું પરદ્રવ્યને જાણું છું” પણ અધ્યવસાન છે, કેમકે પરદ્રવ્ય જેમાં નિમિત્તે છે એવું જ્ઞેયાકાર જ્ઞાન તો પોતાનું જ્ઞાનાકાર જ્ઞાન છે અને તે જ્ઞાન તો જ્ઞાયકની પ્રસિદ્ધિ કરે છે, એ રીતે પજ્ઞેયો તો જ્ઞાનની પ્રસિદ્ધિ કરતા હોવા છતાં અજ્ઞાની માને છે કે હું પરને જાણું છું-તે તેનો અનાદિનો અધ્યવસાન હોવાથી, જાણનારો જણાતો
હોવા છતાં તેને જણાતો નથી.
294મી ગાથામાં કહ્યું કે- ‘જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે-ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં જ્ઞેયરૂપે જણાતા રાગાદિભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે- રાગાદિપણાને નહિ.” એટલે કે રાગાદિ પરજ્ઞેયો તને જણાતા નથી પણ પરજ્ઞેયો તારા જ્ઞાનની જ પ્રસિદ્ધિ કરે છે. તેથી પર સંબંધી જ્ઞેયાકાર અવસ્થામાં જાણનારો જ જણાય રહ્યો છે- એમ છઠ્ઠી તથા 17-18મી ગાથામાં કહેલ માર્મિક વાતને જ ફરીથી અહીં વધુ દૃઢ કરી છે કે આબાળગોપાળ સૌને સદાકાળ, સ્વરૂપપ્રકાશનઅવસ્થાની જેમ જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાય રહ્યો છે.
ગુરુપ્રસાદ ૨૪ ઓક્ટોબર ૨૦૦૭