________________
પૂ. ગુરુદેવશ્રીએ સમજાવેલ મહાસિદ્ધાંત
જ્ઞેયાકાર અવસ્થા હો કે સ્વરૂપપ્રકાશન અવસ્થા હો જ્ઞાન તો સદાય પોતાના શાયકસ્વભાવમાં જ રમે છેજ્ઞાયકસ્વભાવની જ પ્રસિદ્ધિ કરે છે.
(૨)
પૂજય ગુરુદેવશ્રી પોતાના જીવનકાળ દરમ્યાન હજારોવાર મુમુક્ષસમાજ સમક્ષચાહે તે સોનગઢ હો, રાજકોટ હો, મુંબઈ-મદ્રાસ-અમદાવાદ હો કે કલકત્તાનાઈરોબી હો, હજારોની સંખ્યાની મુમુક્ષસભામાં અત્યંત ઉલ્લાસથી ગાથા 1718 ના વિષયને વિસ્તૃત ચર્ચા વડે સમજાવતાં કે- ‘“અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.’
અનુભૂતિ સ્વરૂપ) જેનો સ્વભાવ જ જણાતાં રહેવાનો છે તે (ભગવાન આત્મા) જે હું તે પરમાત્મા અને પરમાત્મા તે હું એવો (આબાળ-ગોપાળ) બાળકથી માંડીને વૃદ્ધ અથવા તો અજ્ઞાનથી માંડીને સિદ્ધ પર્યંત (સૌને) સર્વે જ્ઞાની-અજ્ઞાની જીવોને (સદાકાળ) સમય સમયની જાણવાની પર્યાય (પોતે જ) જેનો સ્વભાવ સમયે સમયે જાણનારી પર્યાયમાં જણાયા જ કરવાનો છે, તે પોતે (અનુભવમાં આવતો હોવા છતાં) જાણવાની પર્યાયમાં જણાઈ રહ્યો હોવા છતાં— (અનાદિના અધ્યવસાનના કારણે (પર સાથેના એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને) જાણવાની પર્યાયમા નિમિત્ત થતાં પરદ્રવ્યોમાં પોતાપણાની ભ્રમજાંગત માન્યતાથી જે અજ્ઞાનો થયો છે તેને (‘આ અનુભૂતિ છે તે જ હું છું') સમય સમયની પ્રગટ જ્ઞાનપર્યાયમાં જે જણાઈ રહ્યો છે તે જ હું છું (એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી) જાણવાની પર્યાયમાં હું જણાઈ જ રહ્યો છું એવું જાણપણું થવું તે આત્મજ્ઞાન, તે અજ્ઞાનીને પ્રગટ થતું નથી.
ચૈતન્યનો ચમત્કાર ! અજબ-ગજબના તમાશા ! જાણવું...જાણવું...ને જાણવું..એ જેનો સ્વભાવ એવા જ્ઞાન સાથે તન્મય રહેલો જ્ઞાયક...હર સમય જણાયા જ કરે ને ! ગળપણ...ગળપણ જેનો સ્વભાવ અને તેની સાથે તન્મય એવી સાકર...જો ગળપણના સ્વાદમાં સાકર ન અનુભવાય તો તે ગળપણ જ નહી ! જો જ્ઞાનમાં જ્ઞાયક ન જણાય તો તે જ્ઞાન જ ન હોય- જડપણું હોય ! આવું હોવા છતાં અજ્ઞાનીને કેમ જણાતો નથી ! કે
જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે એટલે કે જ્ઞાનમાં સમયે સમયે સ્વને જાણવા ઉપરાંત આ જેમાં નિમિત્તભૂત છે એવા જ્ઞેયારૂપ પોતાના જ્ઞાનાકારને જાણવું
ગુરુ પ્રસાદ મોર ર09