________________
આમાં જ્ઞાયકસ્વભાવ તરફથી લેવાનું છે. જ્ઞાયક તરફથી લે તો જ આ દમબદ્ધ પર્યાયની વાત યથાર્થ સમજાય તેવી છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્માને માટે સમજવા માંગતો હોય તેને આ વાત યથાર્થ સમજાય એવી છે. બીજા દીઠાઈવાળા જીવો તો આ સમજ્યા વિના ઉધુ લે છે ને જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પરષાર્થ છોડીને ક્રમબદ્ધ પર્યાયના નામે પોતાના સ્વચ્છંદને પોષે છે. જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વછંદતા છૂટી નથી ને ક્રમબદ્ધ પર્યાયનું નામ લે છે એવા ધીઢસ્વછંદી જીવની અહીં વાત નથી. આ ક્રમબદ્ધપર્યાય સમજે તેને સ્વછંદ રહે જ નહી, તે તો જ્ઞાયક થઈ જાય. ભગવાન! ક્રમબદ્ધપર્યાય સમજાવીને અમે તો તને તારા જ્ઞાયક આત્માનો નિર્ણય કરાવવા માંગીએ છીએ અને આત્મા પરનો અકર્તા છે એ બતાવવા માંગીએ છીએ. જો તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય ન કર તો તું ક્રમબદ્ધ પર્યાય ને સમજ્યો નથી. જીવ અને અજીવ બધા પદાર્થોની ત્રણ કાળની પર્યાયો ક્રમબદ્ધ છે. તે બધાને જાણ્યું કોણે?-સર્વદેવે “સર્વજ્ઞદેવે આમ જાણ્યું” એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો? પોતાની જ્ઞાન પર્યાયે. વર્તમાન જ્ઞાનપર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો? જ્ઞાનસ્વભાવની સામે જોઈ તે નિર્ણય કર્યો છે. આ રીતે જે જીવ પોતાના જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થાય છે અને તે જીવ પરનો ને રાગનો અકર્તા થઈ જ્ઞાયકભાવનો જ કર્તા થાય છે. આવા જીવને જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પુરુષાર્થ, સ્વકાળ, નિમિત્ત, વગેરે પાંચ સમવાય એક સાથે આવી જાય છે.