________________
૭.
૫. જ્ઞાનનો વ્યવસ્થિત જાણવાનો ને સામે વ્યવસ્થિત પર્યાય વ્યવહારે છે તેનું જ્ઞાન
કરવાનો તેનો સ્વભાવ છે. ૬. ક્રમબદ્ધ પર્યાયના યથાર્થ નિર્ણયમાં ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહારનું
પણ યથાર્થ જ્ઞાન આવી જાય છે. દમબદ્ધ પર્યાય અને પુરુષાર્થ
જે સમયે જે પર્યાય થવાની હોય તે તે પર્યાયની જન્મક્ષણ છે. ભાઈ ! આનો સ્વીકાર કરવામાં અનંત પુરુષાર્થ રહેલો છે, કેમ કે પ્રત્યેક પર્યાય પોતાની જન્મક્ષણે થાય છે એવો નિર્ણય દ્રવ્યસ્વભાવના (જ્ઞાયકભાવના) આશ્રયે થાય છે. એક-એક પર્યાય નિયત છે એમ જાણવાનું તાત્પર્ય વીતરાગતા છે. કેમ કે દ્રવ્યના આશયે એ નિર્ણય થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. તે સમયે વીતરાગતા થવાનો કાળ છે ને થાય છે. કોઈ વ્યવહારને લઈને કે પૂર્વની પર્યાયને લઈને થાય છે એમ નથી. ભાઈ આ તો ભેદજ્ઞાન કરવાની અંતરની જુદી વાત છે. સર્વ દીકું એમ જ ક્રમબદ્ધ એટલે જે કાળે જે પર્યાય થવાની છે તે કાળે જ થાય, આથી-પાછી નહિ-એવો નિર્ણય જેણે કર્યો તેણે પોતાના શાયક સ્વભાવ તરફ જઈને કર્યો છે, કેમ કે જ્ઞાયક સ્વભાવમાં સર્વજ્ઞતા છે. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ પર્યાયના આશ્રયે ન થાય. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિમાં સર્વશની પ્રતીતિ આવે છે અને તેના જ્ઞાનમાં સર્વજ્ઞ સ્વભાવનું જ્ઞાન આવે છે.અહો! જેને આવા સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો તેને ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થયું છે. સર્વજ્ઞ ભગવાન જગતમાં છે અને એણે જે જોયું તે જેમ છે તેમ જ છે અને તે પ્રમાણે જ થાય. એમાં જે શંકા કરે તે મિથ્યાષ્ટિ છે. છે તો એમ જ, પણ એનો નિર્ણય કોને થાય? આત્માના જ્ઞાન સ્વભાવનો જ્ઞાચક સ્વભાવો જેને અંતષ્ઠિ વડે નિશ્ચય થાય છે તેને જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. હવે જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરતાં તેમાં પાંચ સમવાય એક સાથે આવી જાય છે તેમાં એક પુરુષાર્થ પણ છે.
૮.
એક ભ્રમ અને તેનો ખુલાસોઃ ૧. હવે સર્વજ્ઞના માર્ગમાં આવીને અને કબદ્ધ પર્યાય એ સર્વજ્ઞ સ્વભાવની વાત
સાંભળી પણ કેટલાક લોકો કહે છે કે, “સર્વજ્ઞ પુરુષાર્થ કરવાનું કહે નહિ અર્થાત્ તું પુરુષાર્થ કર’ એવી આજ્ઞા સર્વજ્ઞ આપે નહિ. કારણ કે સર્વજ્ઞ જાણે છે કે-આ સમયે એને પુરુષાર્થ થશે. પુરુષાર્થ કરી શકાય નહિ, પુરુષાર્થના કાળે પુરુષાર્થ થશે-આપણે નવો કરી શકીએ નહિ. આવા પ્રકારની માન્યતાવાળો જ્ઞાનીઓ કહે છે-ભાઈ! સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર, સર્વજ્ઞ સ્વભાવની સન્મુખ થઈને જ થાય છે અને એજ પુરુષાર્થ છે. વીતરાગની વાત નીકળે એ આત્માના સ્વભાવના પુરુષાર્થનો આદેશ કરનારી હોય. તું સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ કર એવી જ વાણી આવે કેમ કે ભગવાને પણ સ્વભાવના પુરુષાર્થ વડે જ વીતરાગતા પ્રગટ કરી છે અને સ્વભાવના પુરુષાર્થ સિવાય જીવે બીજું કરવા યોગ્ય પણ શું છે? : અહા! જ્ઞાનસ્વભાવી આત્મા કરે શું? બસ જાણે. ત્રણ કાળ, ત્રણ લોકને જાણે, ત્યાં પણ પોતાના સ્વ-પર પ્રકાશકપણાનું પોતાના સ્વભાવનું સામર્થ્ય છે તે વડે