________________
નિમિત્ત-તે સમયે બે રીતે નિમિત્ત છે. અભાવરૂપ અને સદ્દભાવરૂપ ૧. તે સમયે કર્મનો જે અભાવ થયો તે અભાવરૂપ નિમિત્ત છે. ૨. પૂર્વા સંસ્કાર જાગૃત થયા અથવા જ્ઞાની ગુરો ઉપદેશ એ સદ્ભાવરૂપ
નિમિત્ત છે. પુરુષાર્થ-જ્ઞાયક સ્વભાવનો લક્ષ (નિર્ણય) અને એકાગ્રતા ઠરી તે પુરુષાર્થ છે. સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર સર્વજ્ઞ સ્વભાવની સન્મુખ થઈને જ થાય છે અને એજ પુરુષાર્થ છે. પોતાને જાણ-દેખે અને પોતામાં આચરે એ જ સાચો પુરુષાર્થ છે. આ તો વસ્તુ સ્વરૂપ છે. એમ સર્વજ્ઞની વાણીમાં આવ્યું છે અને એવો જ્ઞાની વીતરાગી ગુરુનો ઉપદેશ છે. આગમમાં પણ એ જ પ્રમાણે આવ્યું છે.
૫.
*
૨..
સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનની વાત ૧. અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયકભાવ૫ણે જ રહ્યો છે. અનેક શેયને જાણવાપણે
પરિણમ્યો હોવા છતાં સહજ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોતને લઈને તે અન્યથા અધ્યવસિત થાય છે. અહાહા! ભગવાન આત્મા તો સદાય નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. સતુ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ-બ્રુવ-ધ્રુવ અનાદિ અનંત જ્ઞાયકભાવ જ્ઞાયકભાવ રૂપે જ છે. પરણેયને જાણવા છતાં શુદ્ધ તત્ત્વ પરણેયપણે થયું નથી, છે નહિ અને થશે નહિ. જ્ઞાયકભાવ જડ કે રાગરૂપે ક્યારે
થયું નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ૪: આત્મા અબદ્ધ-અસ્પષ્ટ છે. અહા! રાગથી એ બંધાયેલો નથી તો પછી કર્મથી એ
બંધાયેલો છે એ વાત ક્યાં રહી? સુકાયેલા નાળિયેરમાં જેમ ગોળો છૂટો હોય છે.
તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છુટું તત્ત્વ છે. ૫. મુક્ત સ્વરૂપ જ્ઞાયકને મુક્તસ્વરૂપે-અબદ્ધસ્વરૂપે દેખવો એ જૈન શાસન છે.
(જ્ઞાનની પર્યાયમાં જૈન શાસન પામેલો છે) આત્માનુભૂતિ એ જ જેન શાસન છે.
વ્યવસ્થિતપણે પરિણમે અને વ્યવસ્થિતપણે જાણે તે આત્મા ૧. આ આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાનની પર્યાયો મતિ-ભૂત-અવધિ
મન:પર્યય-કેવળજ્ઞાન એમ પાંચ પ્રકારની છે. ૨. કેવળજ્ઞાનનો એક સમયનો પર્યાય, પોતાની અનંત ગુણોની પર્યાય અને
પોતાની પર્યાય જે સમયે સમયે વ્યવસ્થિત છે, તે થવાનો છો અને અનંત કાળ થાય છે તેને... એટલે કે કેવળજ્ઞાનનો પર્યાય, પોતાના ગુણોની પર્યાય અને જ્ઞાનની પર્યાયનું વ્યવસ્થિતપણું અને બીજા દ્રવ્યોની જે સમય સમયની પર્યાય છે તેને બરાબર વ્યવસ્થિતપણે જાણે છે. મતિજ્ઞાન પણ તે જ રીતે વ્યવસ્થિત જાણે અલ્પ-ઓછું જાણે એ અત્યારે પ્રશ્ન નથી. શ્રુતજ્ઞાન પણ એ જ રીતે જાણે.