________________
જાણે છે. પણ વસ્તુ છે માટે પરને જાણે છે એમ છે નહિ. પોતાને જાણે દેખે અને પોતાને પોતાનાં આચરે એ જ સાચો પુરુષાર્થ છે. સર્વજ્ઞ પરમાત્મા કેવળજ્ઞાનમાં ત્રણ લોક ત્રણ કાળને પ્રત્યક્ષ જાણે છે અને સર્વાનો નિર્ણય કરનારું વર્તમાન મતિ-શ્રુતજ્ઞાન ત્રણ લોક ત્રણ કાળને પરોક્ષપણે જાણે. બસ જાણે જ! બીજાનું કાંઈ કરે કે બીજામાં ફેરફાર કરે એવું કાંઈ છે નહિ. વસ્તુ સ્વરૂપ જ આવું છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્યપુરુષાર્થ: આ જ
ઉપદેશ છે. પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં પુરુષાર્થવાળાને નિર્મળ પર્યાય થાય છે.
આમાં આત્માના શાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ‘ક્રમ બદ્ધ પર્યાય” ને એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યગ્દર્શન થઈ જાય! અથવા ગમે તેવા વિષયકષાયોમાં વર્તતો હોય કે એકઝિયાદિ પર્યાયમાં વર્તતો હોવા છતાં તેને પણ દમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ થઈ જાય - એમ કદી બનતું નથી. જે કુધર્મને માને છે, તીવ્ર-કષાયમાં વર્તે છે કે એકરિયાદિમાં પડ્યા છે તેને ક્યાં પોતાના પુરુષાર્થની કે દમબદ્ધ પર્યાયની ખબર છે? પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શબ્દભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી પ્રગટ થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને કમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ અમને સમ્યગ્દર્શનાદિ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો તે ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી. જે જીવ કુદેવે માને છે, કુગુરુ ને માને છે, કુધર્મને માને છે, સ્વછંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે–એવા જીવને ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા જ થઈ નથી. ભાઈ તારા નાનસ્વભાવના પરષાર્થ વગર તે ક્રમબદ્ધ૫ર્યાયે ક્યાંથી જાણી? જ્યાં સુધી કુદેવ-કુધર્મ વગેરેને માને ત્યાં સુધી તેની ક્રમબદ્ધ પર્યાયમાં સમ્યગ્દર્શનની લાયકાત થઈ જાય એમ બને નહિ. સમ્યગ્દર્શનની લાયકાતવાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ યોગ્ય જ હોય છે. એકન્દ્રિયપણું વગેરે તે પર્યાયમાં તે પ્રકારના જ્ઞાન, પુરુષાર્થ વગેરે હોતા નથી, એવો જ તે જીવો પર્યાયનો ક્રમ છે. અહીં તો એ વાત છે કે પુરુષાર્થ વડે જેણે તે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું એટલે પરનો તેમજ રાગાદિનો તે અકર્તા થયો અને તેણે જ ક્રિમબદ્ધ પર્યાયને ખરેખર જાણી છે. હજી તો કદેવ અને દેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે જીવમાં જ્ઞાયકસ્વભાવનો ને અનંતગુણોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો ક્યાંથી હોય? તે યથાર્થ નિર્ણય વગર ક્રમબદ્ધમાં શુદ્ધતા થાય-એમ
બનતું નથી. ૧૦. સાયકસ્વભાવ સમજે તો કમબદ્ધપર્યાય સમજાય