________________
(૮).
. (૯)
આત્માનાં નિર્મળ જ્ઞાન - શ્રધ્ધાન અને અંતર - રમણતારૂપ ચારિત્ર પ્રગટ કરે છે. તેને આત્માની સિધ્ધિ – પ્રાપ્તિ થાય છે. ભગવાન ! તું ત્રણ લોકનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો પરમેશ્વર છો. અને આ પર્યાયમાં જે શુભાશુભ વૃત્તિઓ ઉઠે છે તે અપરાધ છે, દુ:ખ છે. માટે તે પરભાવોથી હઠી ઉપયોગને અંતર્મુખ કરી શુધ્ધ આત્માનું – પોતાના પરમેશ્વરનું જ્ઞાન કર અને દૃષ્ટિને તેમાં જ સ્થિર કરી અંતર - રમણતા કર. અહા! શુધ્ધ સ્વરૂપનાં જ્ઞાન-શ્રધ્ધાન ને રમણતા-આચરણ એ જ આત્માની સિધ્ધિ છે અને એ જ સાધકપણું છે, એ જ “રાધ” નામ આત્માની સેવા છે. સમયસાર ગાથા ૧૭-૧૮ ની ટીકામાં આવે છે કે આબાલ ગોપાળ સર્વેને તેમની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. તારી જ્ઞાનની પર્યાયમાં (દશામાં) સ્વજોય એવો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે ને ? તેથી અજ્ઞાનીને પણ એની જ્ઞાનની પર્યાયમાં આત્મા તો જણાઈ રહ્યો છે. પણ શું થાય ? એની દષ્ટિ એના ઉપર નથી. એની દૃષ્ટિ બહાર-પરદ્રવ્યો - રાગ ને નિમિત્તાદિ પર છે. અહા ! એની બહિરાત્મ દષ્ટિ છે અને તેથી તેને પરનું રાગાદિનું અસ્તિત્વ ભાસે છે. પણ જ્યારે એ જ ગુલાંટ મારીને અંદરમાં પૂર્ણાનંદના અસ્તિત્વને દેખે છે, ત્યારે હું આવો શુધ્ધ ચિદાનંદધન પ્રભુ આત્મા છું - એમ એને આત્માની સિધ્ધિ - પ્રાપ્તિ થાય છે. એ જ સાધકભાવ છે અને એ જ “રાધ” છે. રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અહા ! આત્મા તો શુધ્ધ ચૈતન્યમય પ્રભુ છે, પરંતુ જે આત્મા પોતાના શુધ્ધ ચૈતન્યની સન્મુખતાનો અનાદર કરનાર એવા પુણ્ય-પાપ આદિ રાગભાવમાં વર્તે છે તે સાપરાધ છે, ગુન્હેગાર છે. પ્રત્યેક આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન સ્વરૂપે અંદર સદા બિરાજી રહ્યો છે પણ પોતાના શુધ્ધ અસ્તિત્વનો જેને સ્વીકાર નથી એ વ્યવહાર ભાવોમાં એકરૂપ થઈ વર્તે છે એવો જીવ સાપરાધ છે. પરદ્રવ્યના ગ્રહણના સદૂભાવ વડે શુધ્ધ આત્માની સિધ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુધ્ધ હોવાથી, અનારાધક જ છે.
(૧૦)
(૧૦) આરાધનાનો બોધ ભાઈ ! આ કોઈપણ રીતે ખૂબ શાંતિ ને ધીરજ કેળવીને સમજવું હોં ! આવો યોગ મળવો મહા દુર્લભ છે. અરે ! નિગોદમાંથી નીકળી ત્રસ અવસ્થાને પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એમાં ય પંચેન્દ્રિય મનુષ્યપણાને પ્રાપ્ત થવું - એની દુર્લભતાની શી વાત ! અને જૈન દર્શન અને વિતરાગ વાણીનો યોગ તો મહા મહા દુર્લભ છે. ભાઈ તને આવો યોગ મળ્યો છે, માટે તત્ત્વની સમજણ કરી ભવનો અભાવ કર. ભવરહિત અંદર ભગવાન આત્મા તું પોતે છો તેનાં જ્ઞાન-શ્રધ્ધાન અને આરાધના પ્રગટ કર. રાગની આરાધનાથી તને શું પ્રયોજન છે ? અહા ! જેઓ રાગની સેવામાં પડયા છે ને દયા, દાન, વ્રત, આદિ વ્યવહારના ભાવોથી, તે વ્યવહાર કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એમ માને છે તેઓ મિથ્યાત્વને જ સેવી રહ્યા છે. એવા જીવો અપરાધી અને અનારાધક છે. ભાઈ !
(૨)