________________
આત્માનાં નિર્મળ - જ્ઞાન - શ્રધ્ધાન ને આચરણ સિવાય જેટલો પણ બહારનો ક્રિયાકાંડ છે તે સર્વ આત્માનો અનારાધક ભાવ છે. અહા ! ધર્મી જીવને તો અંતરંગમાં આ નિશ્ચય થયો છે કે, “ઉપયોગ લક્ષણ એક શુધ્ધ આત્મા જ હું છું, રાગાદિ વ્યવહાર તે હું નહિ. રાગાદિ તો પરદ્રવ્ય - બંધનું લક્ષણ છે. ભાઈ ! માર્ગ તો આ એક જ છે. શુભરાગ - શુભઉપયોગ પણ પરદ્રવ્ય છે અને તેને ગ્રહણ કરવો - સેવવો તે અપરાધ છે, મિથ્યાત્વભાવ છે. અહા ! આઠ વર્ષની કુમારિકા પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે ચોથે ગુણસ્થાને તે એમ માને છે કે હું તો જાણન દેખન - સ્વભાવી સદા ઉપયોગ સ્વરૂપી આત્મા છું અને આ પુણ્ય - પાપના ભાવો મારાથી ભિન્ન છે. આમ વાત છે. અહા ! દૃષ્ટિના વિષયમાં જેને પોતાનો પૂરણ પરમેશ્વર પ્રભુ આત્મા વર્તે છે. તે જીવ આરાધક છે. તેને જ આત્માનું સેવન કરનાર સાધક કહેવામાં આવે છે. શુધ્ધ ઉપયોગમય જ હું છું - એમ જેને અંતરંગમાં દેઢ શ્રધ્ધાન થયું છે તે સદાય આરાધક છે. ધર્મીને તો નિરંતર એક શુધ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય છે. * એક ઉપયોગમય શુધ્ધ આત્મા જ છું’ એવી શુધ્ધ આત્માની દષ્ટિપૂર્વક આરાધક થયો છે તે ક્યાં જશે ત્યાં આત્મામાં જ રહેશે. જેને નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે તે ધર્મી જીવ એકભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક છે.
(૫)