________________
Pસાધનાની વિધિ
(૩)
સંપૂર્ણ સાધના આત્માના ગુણોની પર્યાયમાં થાય છે. જ્ઞાન, ર્શન (શ્રધ્ધા), ચારિત્ર (વીર્ય) અને સુખ એ ગુણોમાં વિકાસ થઈ પૂર્ણ થઈ જાય એનું નામ સાધના છે. (૧) જ્ઞાન :
વસ્તુસ્થિતિ શું છે ? વર્તમાન જ્ઞાનની પર્યાય, પોતાની તે સમયની જેટલી નિશ્ચિત યોગ્યતા છે તેટલું જ જાણે છે અને ત્યારે ઉચિત નિમિત્ત પણ હાજર જ હોય છે. માટે જ્ઞાનના વિસ્તાર માટે વ્યગ્ર આકુળ થઈ નકામી દોડાદોડી ન કરવી જોઈએ.
હવે જ્ઞાનની પર્યાય નિર્મળ કેમ થાય, તેનું સ્વને જાણવાનું સામર્થ્ય કેમ વધે એ માટે ઉપદેશ આપવામાં આવે છે. (૧) જ્ઞાનના વિશેષ સ્પષ્ટીકરણ માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો. (૨) આ ક્ષેત્રના અત્યારે પ્રસિધ્ધ પાંચ પરમાગમ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર,
પંચાસ્તિકાય, અષ્ટપાહડ અને તેના આધારે લખાયેલ બીજા શાસ્ત્રો અને એ શાસ્ત્રોની ભાવલિંગી સંતો દ્વારા કરવામાં આવેલી ટીકાઓ અને એમાં ભરેલા સુક્ષ્મ ભાવો ઉપર કરેલા ગુરૂદેવના પ્રવચનોનો નિયમિત અભ્યાસ કરવો. પોતાના વર્તમાન જ્ઞાન સામર્થ્યથી એના ભાવો ગ્રહણ કરવા સહજ પુરુષાર્થ કરવો. પોતાના જ્ઞાનમાં અંદરથી બધા ખુલાસા થવા જોઈએ. એનો મર્મ સમજવો. એ શાસ્ત્રોમાં બતાડવામાં આવેલ જૈન સિધ્ધાંતો અને વસ્તુવિજ્ઞાન-સાર-વસ્તુસ્વરૂપ જેમ બતાડવામાં આવ્યું છે તેમ સમજવું. (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિધ્ધાંત : દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા. (૨) ક્રમબધ્ધ પર્યાયનો સિધ્ધાંત : આ સર્વ આગમનો સાર છે. (૩) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતાનો સિધ્ધાંત - પાંચ સમવાય. (૪) નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન : સ્યાદવાદ કથનશૈલીનો અભ્યાસ. (૫) બધા શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગતા' છે. આગમ-જ્ઞાન (૧) ત્રિકાળી સ્વભાવ (૨) વર્તમાન પર્યાય (પર્યાયમાં રહેલા દોષ) (૩) સંયોગો, બધાને પોતાનો વિષય બનાવે છે. આ રીતે સમ્યફ અનેકાન્ત અને પછી શ્રધ્ધા માટે સમ્યફ એકાંતનું સ્વરૂપ બરાબર સમજવું. સંપૂર્ણ સ્વાધ્યાય નિજ હિત અને સ્વરૂપના લક્ષે કરવો. ખ્યાતિ, પ્રસિધ્ધિ, પૂજા તેમજ બીજા લાભ માટેનો અભિપ્રાય ન હોવો જોઈએ. આગમ - જ્ઞાન અને અનુમાનજ્ઞાનમાં “દષ્ટિનો વિષય સ્પષ્ટ થવો જોઈએ. જ્ઞાન - શ્રધ્ધાને વિષય આપે છે અને પછી શ્રધ્ધા એમાં અહમપણું કરે છે. પૂર્ણતાના લક્ષ શરૂઆત એજ વાસ્તવિક શરૂઆત છે. તત્ત્વના અભ્યાસ પછી તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાનની કળા વિક્સાવવી જોઈએ. વિકલ્પાત્મક નિર્ણયથી શરૂઆત થાય છે. ઈન્દ્રિય અને મનનું પછી અવલંબન છૂટતાં -
નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. (૧૦) સંપૂર્ણ સ્વાધ્યાય ધર્મબુધ્ધિથી - ગુરુગમ્ય સત્સંગના માધ્યમથી કરવો.
(૧)