________________
(3)
પ્રકાશશક્તિ અને સ્વાનુભૂતિ ભગવાન આત્મામાં એવી પ્રકાશશક્તિ છે જે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે, અને સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. અા ! પોતાથી પોતાનું પ્રત્યક્ષ વેદન થાય એવી આત્મામાં ત્રિકાળ પ્રકાશશક્તિ છે. આમાં મહત્વની બે વાત છે. કે આત્માનો પ્રકાશ સ્વભાવ - ૧) પોતે પોતાથી જ પ્રકાશમાન છે, એને કોઈ પરની અપેક્ષા નથી. ૨) સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. સ્વાનુભવમાં આત્મા પ્રત્યક્ષ સ્પષ્ટ જણાય એવો આત્માનો પ્રકાશ
સ્વભાવ છે. ૩) અa ! જેમ દિવો સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, તેને દેખવા - પ્રકાશવા બીજા દીવાની
જરૂર નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ પ્રભુ સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે. અહાહા.! સ્વસંવેદનમાં પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે, તેને પ્રકાશવા - જાણવા બીજા કોઈની - રાગની (શુભ ભાવની), વ્યવહારની (વ્રતાદિની) કે નિમિત્તની દવ-ગુરૂ-શાસ્ત્રની) અપેક્ષા નથી. એ અપેક્ષા વિના જ સ્વસંવેદનમાં - સ્વાનુભવમય દશામાં પ્રત્યક્ષ થાય એવો આત્માનો પ્રકાશ સ્વભાવ છે. અહાહા...! આત્મામાં જેમ જ્ઞાન, દર્શન આદિ છે તેમ એક પ્રકાશશક્તિ છે. તેનું કાર્ય શું ? તો કહે છે - સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય તે તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન થતાં મતિ-શ્રુતજ્ઞાનમાં સ્વસંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય - અનુભવાય તે આ શક્તિનું કાર્ય છે. કોઈ કહે કે મને અરૂપી આત્મા કેમ જાય ? તો કહે છે - સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે, ભાઈ ! પરોક્ષ રહે એવો આત્માનો સ્વભાવ નથી. , પણ એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, સ્વરૂપ પ્રત્યક્ષ – સ્વસંવેદન પ્રત્યક્ષ છે. આત્મા સચ્ચિદાનંદ
પ્રભુ સ્વયં પોતાના સ્વભાવથી જ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે. ૭) પણ એની વિધિ શું છે ?
વ્યવસ્થરથી કે બાહ્ય નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ થાય, વા તેના નિર્મળ જ્ઞાન-શ્રધ્ધાન પ્રગટ થાય - એમ માને તે વિપરીત શ્રધ્ધાન છે. પણ વર્તમાન જ્ઞાનની પર્યાય વ્યવહારનું અને બાહ્ય નિમિત્તનું લક્ષ છોડી બારમાં ક્યાંય મારું સુખ છે એવી માન્યતા છોડી) સ્વ-સન્મુખ થતાં એટલે સ્વનું લક્ષ કરતાં, એટલે સ્વ સ્વભાવનો યથાર્થ નિર્ણય કરતાં - શું નિર્ણય ? “હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' અથવા તો “જે જણાય છે તે હું જ છું' એવો નિર્ણય - પ્રતીતિ કરતાં, પછી એમાં એકાગ્ર થતાં - અને જો ધારાવાહી બે ઘડી એ અભિપ્રાયની ધારા ટકી રહે (સ્વ સન્મુખ થતાં) તો તે વર્તમાન જ્ઞાનની પર્યાય સમયે સમયે નિર્મળ થતી જાય છે, અભિપ્રાયની ભૂલ ટળતી જાય છે અને એ નિર્મળ વર્તમાન જ્ઞાનની પર્યાય જો પોતાને યથાર્થ, શ્રધ્ધાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક, વીતરાગભાવે પરિણમી જઈ આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું, સ્વાનુભૂતિ થઈ એ પ્રકાશશક્તિનું કાર્ય છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા પ્રભુ આત્મા છે. અા ! આ પ્રકાશશક્તિમાં એવું અચિન્ય દિવ્ય સામર્થ્ય છે કે કોઈ - પર - નિમિત્તની અપેક્ષા વિના જ તે પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે છે.