________________
ઉપસંહાર : જૈન શાસન
(સમયસાર દર્શન સારભૂત) સમયસાર ગાથા (૫) : આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન, એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વૈભવથી એકત્વ - વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. પોતાનો અનુભવ પ્રધાન છે. તેનાથી શુધ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો. ગાથા (૬) : એવો શુધ્ધ આત્મા કોણ છે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? અહા ! અંદર જે પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુધ્ધ આત્મા છે, વિકલ્પના વિકારથી જુદો છે અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકવું અથવા અભેદ છે, તો એવો તે શુધ્ધાત્મા છે કોણ જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? (૧) નથી અપ્રમત કે પ્રમત નથી. (૨) જે એક જ્ઞાયકભાવ છે (૩) એ રીતે શુદ્ધ કહેવાય છે (૪) જે જ્ઞાયકપણે જણાણો તે તો તે જ છે. ગાથા (૧૧) : પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો વ્યવહાર પરમાર્થને કહેનાર છે એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો ? વ્યવહારનય અભૂતાર્થ છે અને શુધ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.” ગાથા (૧૩) : એ પ્રમાણે શુધ્ધ નયથી જાણવું તે સમ્યકત્વ છે. “ભૂતાઈનયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસ્ત્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. શુધ્ધ નયથી જાણવું તે સમ્યફત્ત્વ છે. એટલે ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક, શાયક જ્ઞાયક સામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે. ગાથા (૧૪) : શુધ્ધ નય શું છે ? નિશ્ચયથી અબધ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત - એવા આત્માની જે અનુભૂતિ તે શુધ્ધનય છે અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. ગાથા (૧૫) : જે પુરુષ આત્માને અબધ્ધ-અસ્પષ્ટ, અનન્ય, અવિશેષ, નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રત તેમજ અત્યંતર ભાવયુતવાળું છે. સમસ્ત જૈન શાસનનું આ રહસ્ય છે. આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે.
(૨) આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે. આત્માનું હિત એક મોક્ષ જ છે. મોક્ષ એટલે દુઃખમાંથી છુટકારો. દુ:ખ અહિતકારી છે. મોક્ષ હિતકારી છે. આવા અતીનિયસુખની શરૂઆત એક સમયથી થાય છે. તે મોક્ષમાર્ગની પ્રથમ સીડી છે. તેને સમ્યગ્દર્શન કહેવાય છે. તેનું બીજું નામ ચમકીત છે. તે શ્રધ્ધાગુણની નિર્મળ પર્યાય છે. તેને જ આત્માનુભૂતિ કહેવામાં આવે છે. ધર્મની
(૫)