________________
તેમજ સામા પદાર્થો આ જીવના જ્ઞાનમાં જણાય તેથી કાંઈ તે પદાર્થો આ જીવના જ્ઞાનનું
કારણ નથી. સ્વતંત્રપણે જ પોતા પોતાના આકારરૂપે બંને પરિણમે છે. ૮) આત્મા સ્વપરને જાણવાના સ્વભાવવાળો છે.
જણાવાનો પ્રમેય થવાનો સ્વભાવ તો જડ અને ચેતન બધાય પદાર્થોમાં છે. પણ જાણવાનો
સ્વભાવ તો ચૈતન્યમૂર્તિ આત્મામાં છે. જ્ઞાનનું અને શેયનું સ્વતંત્ર, ક્રમબદ્ધ પરિણમન છે. ૯) મારે અને પદાર્થોને શાતા જોયપણાનો જ સંબંધ છે. એ નિર્દોષ સંબંધમાં વિકાર આવે નહિ.
આવા સ્વભાવને જાણતાં જ્ઞાનમૂર્તિ આત્મા પ્રસિદ્ધ થાય છે. આત્મા પ્રમાતા ને પદ્યર્થો તેમના
પ્રમેય તથા આત્મા પ્રમેય ને સામો જ્ઞાની જીવ પ્રમાતા એવો નિર્દોષ સંબંધ છે. ૧૦) જ્ઞાન પોતાની સ્વાધીન તાકાતથી જ જ્ઞાનપણે પરિણમે છે, શેયોના કારણે જ્ઞાન પરિણમતું
નથી. અહો ! કેવો સ્વતંત્ર અને પવિત્ર સ્વભાવ છે. બસ ! આવા સ્વભાવથી આત્મા શોભે છે. આવા સ્વભાવવાળો જ્ઞાનમાત્ર આત્મા ખરો આત્મા છે - આવા આત્માને શ્રધ્ધ-જાણે-અનુભવે તેનું જ નામ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે ને તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનને અંતર્મુખ કરીને આવા આત્માને ધ્યેય કરતાં તેનું નિર્મળ પરિણમન થાય છે.
.
૩૪